Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

દેડીયાપાડાની સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ-નિવાલ્દામાં મતદાન જાગૃત્તિનીસ્વીપ એક્ટીવીટી અંતર્ગત યોજાયેલો કાર્યક્રમ

શાળાના પ્રાંગણમાં “મારો મત, મારું ગર્વ” સેલ્ફી પોઈન્ટ ઉભો કરી શાળા પરિવારે લોકશાહીના પર્વની કરેલી ઉજવણી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : અવસર લોકશાહીનો અભિયાન તેમજ મતદાન જાગૃત્તિની સ્વીપ એક્ટીવીટી અંતર્ગત રાજ્યભરમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ ને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. નર્મદામાં જિલ્લામાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને સ્વીપ એક્ટીવીટીના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી. ભૂસારાની રાહબરી હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે સ્વીપ એક્ટીવીટી અંતર્ગત દેડીયાપાડા તાલુકાની સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ- નિવાલ્દા ખાતે શાળા પરિવાર દ્વારા મતદાન જાગૃતિ અંગેની અનેકવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

  શાળા પરિવાર દ્વારા બાળકોને લોકશાહીના આ પર્વનું મહત્વ સમજાવવા તેમજ બાળકો થકી વાલીઓ અને અન્ય નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવવા તથા દરેક નાગરિકનો એક મતનું શુ મહત્વ રહેલુ છે તે અંગે જાણકારી આપવાના ઉમદા આશય સાથે રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, સેલ્ફી પોઇન્ટ, નોટા વિશે અસરકારક ફિલ્મ બતાવીને તેના ઉપર માર્ગદર્શન આપી જાણકારી પુરી પડાઇ હતી. શાળા પરિવાર દ્વારા “મારો મત મારું ગર્વ” પર સેલ્ફી પોઈન્ટ ઉભો કરી શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સેલ્ફી પડાવી મતદાર જાગૃતિ અંગે સંદેશ ફેલાવી લોકોને મહત્તમ મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

 

(10:32 pm IST)