Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

2036માં ઓલિમ્પિક અમદાવાદમાં થાય તેવી ભાજપ સરકારની તૈયારી :અમિતભાઇ શાહ

સેનાએ કરેલી એર સ્ટ્રાઈકના પુરાવા માગી AAP એ સેનાનું અપમાન કર્યુ. સેનાના પરાક્રમના પુરાવા ન હોય તેવુ આ લોકોને કોણ સમજાવે ?

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે મધ્ય ગુજરાતમાં એકસાથે ચાર સભાઓ સંબોધી હતી. બાદમાં તેમણે અમદાવાદના નરોડામાં ચૂંટણી સભા સંબોધી હતી. અમિતભાઈ શાહે જણાવ્યુ કે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના પટેલના નેતૃત્વમાં સરકાર બને છે.

શાહે વધુમાં કહ્યુ કામ બોલે છે ત્યાં પંજો ખોટો લગાડ્યો ત્યાં કમલ લગાવી કહો કામ બોલે છે. તેમણે ઉમેર્યુ કે 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં થાય તેવી ભાજપ સરકારની તૈયારી છે. આમ આદમી પાર્ટી પર વાર કર્યો કે સેનાએ કરેલી એર સ્ટ્રાઈકના પુરાવા માગી AAP એ સેનાનું અપમાન કર્યુ. સેનાના પરાક્રમના પુરાવા ન હોય તેવુ આ લોકોને કોણ સમજાવે ?

(12:06 am IST)