Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ : પૈસાની લેતીદેતીમાં યુવકના ઘરને સળગાવાનો પ્રયાસ

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ :બાઇક પર આવેલા શખ્સોએ યુવકના ઘરની બહાર આંતક મચાવ્યો :સરખેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી

અમદાવાદ : શહેરમાં ફરી એક વખત ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે..સરખેજ વિસ્તારમાં પૈસાની લેતીદેતીમાં યુવકના ઘરને સળગાવાનો પ્રયાસ કરી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.સરખેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે  સીસીટીવી દ્રશ્યોમાં દેખાતા બાઇક પર આવેલા શખ્સો વહેલી સવારે એક યુવકના ઘરની બહાર આંતક મચાવી રહ્યા છે.

 આ ઘટનાની વિગત મુજબ સરખેજ પાસે આવેલી તાજપીરના ટેકરા પાસે રહેતા સરફરાજખાન પઠાણના ઘરે વહેલી સવારે બાઇક પર પાંચ થી છ શખ્સો આવી બીભત્સ ગાળો બોલતા હતા.

જેમાંથી એક શખ્સ ઘર પર પેટ્રોલ કે ડીઝલ વાળો કેરબો ફેંકી ઘરને સળગાવાનો પ્રયાસ કર્યો હતો..ત્યાર બાદ સરફરાજખાન સહિત પરિવારના લોકો ઘરની બહાર નીકળતા જ એક આરોપી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.જોકે ફાયરિંગમાં કોઈને જાનહાનિ થઈ નથી.પરતું ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ધટના સ્થળે દોડી આવ્યા હતા.

 

પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે ફરિયાદી સરફરાજખાનનો પુત્ર સલમાન પઠાણ અને આરોપી મુદ્દરસરખાન વચ્ચે એક વર્ષ પહેલાં બીટકોઈન કે કોલસેન્ટરના લીડના પૈસાની લેતીદેતી લઈ અદાવત ચાલી રહી છે.જેને લઈ આરોપી મુદ્દરસર ખાનએ સલમાન પર જાન થી મારી નાખવાની ધમકી ભર્યો એક મેસેજ કર્યો હતો જેને લઈ વહેલી સવારે સલમાના ઘર પર હુમલો કર્યો હતો.જોકે થોડા દિવસ પહેલા જ ફરિયાદી સરફરાજખાન ઘર માં પડેલી રીક્ષા પણ સળગાવી દીધી હતી.

 

જેની પણ ફરિયાદ થઈ છે.જોકે 15 દિવસમાં બીજી વખત ઘર સળગાવાનો પ્રયાસ કરતા પરિવાર પણ ડરી ગયો છે.ત્યારે સરખેજ પોલીસે હત્યાનો પ્રયાસ અને ફાયરિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.આ સમગ્ર ધટનામાં પોલીસે એફ.એસ.એલની મદદ લીધી છે.સાથે જ સીસીટીવી ના આધારે આરોપીને પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે..બીજી બાજુ મુખ્ય આરોપી મુદ્દસરખાન પઠાણ વિરુદ્ધ અગાઉ રાયોટિંગ ગુનો નોંધાઇ ચુક્યો છે.

(9:30 pm IST)