Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

કરજણમાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આન બાન શાન સાથે ધ્વજવંદન

હર્ષ સંઘવીએ ડ્ર્ગ્સ સામેના અભિયાનને પણ વધુ મજબૂત કરવા હુંકાર કર્યોઃ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ ,મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

વડોદરાઃ કરજણમાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન થયુ. આ દરમિયાન જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ ,મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરાના કરજણમાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન થયુ. આ દરમિયાન જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ ,મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંબોધન કરતા હર્ષ સંઘવીએ ડ્ર્ગ્સ સામેના અભિયાનને પણ વધુ મજબૂત કરવા જણાવ્યુ હતુ.

આ તરફ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે  તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોટાદમાં જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી કરતા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. બોટાદના ત્રિકોણીય ખોડિયાર ગ્રાઉન્ડ ખાતે 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રાઉન્ડમાં પોલીસ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રજાસતાક  દિવસની પૂર્વ સંધ્યાએ બોટાદના ધાર્મિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાને ઉજાગર કરતો ‘ધન્ય ધરા બોટાદ’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તેમજ G20 કાર્યક્રમ અંતર્ગત ‘વસુધૈવ કુટુમ્બકમ’ સૂત્ર સાથેના સ્વાગત ગીત અને બોટાદ ગીતે બોટાદવાસીઓને ઘેલા કર્યાં હતા. G20 કાર્યક્રમ અંતર્ગત ‘વસુધૈવ કુટુમ્બકમ’ સૂત્ર સાથેનું સ્વાગત ગીત, બોટાદની શાન એવા ટાવર ચોક અને ઘડિયાળના પાત્રો આધારિત વર્ણન, બોટાદ ગીત, પાંડવ  ભીમનાથ કૃતિ, ખોડીયાર ગરબો, ગઢડા  એભલ ખાચર કૃતિ, કષ્ટભંજન દેવ અને હનુમાન ચાલીસા કૃતિઓ, મેઘાણી કોર્ટ એપિસોડ, મીઠે નર ફાટે અને જનનીની જોડ જેવી આબેહૂબ દ્ર્શ્ય શ્રાવ્ય કૃતિઓથી ભરેલા આ કાર્યક્રમે બોટાદવાસીઓને બોટાદના ભવ્ય ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાથી અવગત કરાવ્યા હતા.

(12:31 pm IST)