Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

વિશ્વઉમિયાધામ જાસપુર ખાતે 74મા ગણતંત્ર પર્વની ઉજવણી

રાષ્ટ્રભાવના ઉજાગર કરવી એ દરેક સમાજ અને સંસ્થાની નૈતિક ફરજ અને કર્તવ્ય : વિશ્વઉમિયાધામના ઉપપ્રમુખ પ્રહલાદભાઈ પટેલ

રાજકોટ તા.૨૬

  વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા 74મા ગણતંત્ર પર્વ નિમિતે ભવ્ય ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આસ્થાના રાષ્ટ્રભક્તિના સમન્વય સ્વરૂપે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ. 

    આ અવસર પર ધ્વજવંદન કર્તા તરીકે વિશ્વઉમિયાધામના ઉપપ્રમુખ પ્રહલાદભાઈ પટેલ- કામેશ્વર એવમ્ અતિથી વિશેષશ્રી તરીકે ખજાનચી શ્રી કાંતિભાઈ પટેલ ( રામ) અને  શંકરભાઈ પટેલ -ભામાશાદાતાશ્રી તેમજ અને યુ.એસ.એ થી યુથ કાન્સિલના - ચેપ્ટરના ચેરમેનશ્રી દિનેશભાઈ, રાકેશભાઈ, નરેશભાઈ, કૌશિકભાઈ પટેલ તેમજ સંસ્થાના હોદ્દેદારશ્રીઓ, દાતાટ્રસ્ટીશ્રીઓ તથા અન્ય કાર્યકર્તા મિત્રોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે સંબોધન કરતાં પ્રહલાદભાઈ પટેલે જણાવ્યું હતું કે  રાષ્ટ્રભાવના ઉજાગર કરવી એ દરેક સમાજ અને સંસ્થાની નૈતિક ફરજ અને કર્તવ્ય છે. તો વધુમાં દેશને આઝાદી કેવી રીતે મળેલ અને તિરંગાનું મહત્વ શું છે, તે વિશે વિસ્તારપૂર્વક માહિતી આપેલ અને દેશનો તિરંગો એ ભારતની આન-બાન-શાન છે અને દેશની આઝાદી માટે બલીદાન આપનાર સ્વાતંત્ર સૈનિકો એ દેશનું ગૌરવ છે.

(2:06 pm IST)