Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

નડિયાદ તાલુકાના કણજરી ગામે હુમલો કરવાના કેસમાં 7 ઈસમોને 6 માસની કેદની સજાની સુનવણી કરવામાં આવી

નડિયાદ : નડિયાદ તાલુકાના કણજરી ગામના જયદીપસિંહ નટવરસિંહ રાજ રહે છે. તેઓના પિતાએ પોતાની જમીન બોરીયાવીના કાનજીભાઈ નોંધાભાઈ ભરવાડ ગીરો આપી હતી. દરમિયાન જયદીપસિંહે પોતાના પિતાએ મુકેલ જમીન પૈસા આપી છોડાવી લીધી હતી. ત્યારબાદ જયદીપ રાજ પોતાના ખેતરમાં જન્મદિવસની ઉજવણી પોતાના પરિવાર તથા મિત્રો સાથે કરી રહ્યા હતા. આ વખતે કાનજીભાઈ ભરવાડ, લક્ષ્મણ કાનજીભાઈ ભરવાડ, હરિભાઈ કાનજીભાઈ ભરવાડ, સુરેશ કાનજીભાઈ ભરવાડ, ગોવિંદ કાનજીભાઈ ભરવાડ, કરશન કાનજીભાઈ ભરવાડ તથા અમરસિંહ ભીખાભાઈ ભરવાડ તમામ (રહે, બોરીયાવી) નાઓએ ગેરકાયદે મંડળી રચી હાથમાં ધારિયા લાકડીઓથી સજ્જ થઈ બર્થ ડે પાર્ટી ઉજવતા જયદીપ રાજપર ગીરો મુકેલ જમીન છોડાવી દીધેલાની રીસ રાખી હિચકારો હુમલો કર્યો હતો. જેમાં ઉત્પલ નટવરસિંહ રાજ, જયદીપસિંહ નટવરસિંહ રાજ, શાર્દુલભાઈ રમેશભાઈ રાજ પર ધારિયા લાકડીઓથી હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા તમામ વ્યક્તિને આણંદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ સંદર્ભે જયદીપસિંહ રાજની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે સાતેય ભરવાડો વિરુદ્ધ રાયોટીંગ તથા ઇપીકો કલમ ૩૦૭ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જે અંગેનો કેસ નડિયાદના એડી.સેશન્સ જજ એસપી રાહતકરની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે સાતેય ઈસમોને કસૂરવાર ઠેરાવી નીચે મુજબ સજાનો હુકમ કર્યો હતો. જેમાં તમામ સાતેય આરોપીઓને ઈ.પી.કો. ક. ૩૨૩ ના ગુનામાં ૧(એક) માસની કેદની સજા તથા રૂ. ૧,૦૦૦ દંડ , દંડ ન ભરે તો વધુ ૭ દિવસની કેદની સજા, તમામ સાતેય આરોપીઓને ઇ.પી.કો. ક. ૩૨૪ ના ગુનામાં ૬(છ) માસની કેદની સજા તથા રૂ. ૧૫,૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૨ માસની કેદની સજા, તમામ સનેય આરોપીઓને ઇ.પી.કો. ક. ૧૪૩ ના ગુનામાં ૧(એક) માસની કેદની સજા તથા રૂ. ૧,૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૭ દિવસની કેદની સજા, તમામ સાતેય આરોપીઓને ઇ.પી.કો. ક. ૧૪૭ ના ગુનામાં ૬(છ) માસની કેદની સજા તથા રૂ. ૩,૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૧૫ દિવસની કેદની સજા, તમામ સાતેય આરોપીઓને ઇ.પી.કો. ક. ૧૪૮ ના ગુનામાં ૬(છ) માસની કેદની સજા તથા રૂ. ૧૫,૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૨ માસની કેદની સજા, તમામ સાતેય આરોપીઓને જીપી એક્ટની કલમ. ૧૩૫ ના ગુનામાં ૪ માસની કેદની સજા તથા રૂ. ૧,૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૭ દિ.ની કેદની સજા કરી હતી.

 

(5:07 pm IST)