Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

દહેગામ:રણાસણ ગામની સીમમાં કરોડો રૂપિયાની કિંમતી જમીન બોગસ પુરાવાના આધારે પચાવી પાડવાના કૌભાંડમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી

દહેગામ : અમદાવાદ પૂર્વમાં રીંગરોડ પર આવેલા રણાસણ ગામની સીમમાં આવેલ કરોડો રૂપિયાની કિંમતી ૧૪ વીઘા જમીન બોગસ પુરાવાના આધારે ભૂમાફિયાઓએ દસ્તાવેજ કરાવી લીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખેડા જિલ્લાના ત્રણ સહિત અમદાવાદના બે આરોપીઓ સામેલ ડભોડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવામાં આવી છે. ગાંધીનગર ના રણાસણ ગામની કરોડો રૂપિયાની જમીન ખોટી રીતે વેચાણ દસ્તાવેજથી બરોબાર વેચી દેવાના આ કૌભાંડ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ ખેડૂત સાચો હોવાનું સામે આવ્યા બાદ ડભોડા પોલીસે પાંચ વ્યક્તિઓ સામે ગુન્હો નોંધ્યો છે. પોલીસમાં રણાસણ ગામના ખેડૂત કાન્તીભાઇ ભીખાભાઇ પંચાલ ધ્વારા નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ બે ભાઇઓ હતા જેમાં મોટા બાબુભાઇ મરણ ગયેલ છે અને તેઓને બે દિકરા બળદેવભાઇ તથા પ્રવિણભાઇ છે. તેઓની વડીલો પાજત ખેતીની જમીન રણાસણ ગામની સીમમાં આવેલ છે જેનો સર્વે નંબર-૪૦ છે. જેનું માપ ૩-૨૧-૭૩ હે.આરે.ચો.મી. છે. જમીન સંયુકત આવેલ હોવાથી તેમાં  ફરિયાદીના ભત્રીજા પ્રવિણભાઇ નું મકાન આવેલ છે તથા ભેસો બાંધવાનો તબેલો આવેલ છે. બાકીની જમીન ખુલ્લી હોઇ જ્યાં ખેતીકામ કરીએ છીએ તેમજ સર્વે નંબર ૩૮ ની પણ તેઓની સંયુકત જમીન આવેલ છે. જેમાં સર્વે નંબર ૩૮ ની જમીન જુની શરતી હતી અને સર્વે નંબર-૪૦ ની જમીન નવી શરતની હતી. આ જમીન આ પરિવારે ૨૦૧૯ માં નવી શરતની હોવાથી તેને કાન્તીભાઇ ભીખાભાઇ પંચાલ ભત્રીજા પ્રવિણભાઇ ના કાકાજી સસરા અનીલભાઇ પરષોતમભાઇ પંચાલ રહે.વડોદરા ને સાથે રાખી નવી શરતમાંથી જુની શરતમાં કરાવવામાં આવી હતી. આ જમીન બાબતે રણાસણ ગામમાંથી કાન્તીભાઇ ભીખાભાઇ પંચાલ તથા તેમના પરિવારના સભ્યોને હકીકત જાણવા મળેલ કે તેમની ઉપરોક્ત જમીનનો ખોટો દસ્તાવેજ થઇ ગયેલ છે. બાદમાં આ બાબતે ગાંધીનગર સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે તપાસ કરતાં હકિકત જાણવા મળેલ કે દસ્તાવેજ થયેલ છે પરતું તે દસ્તાવેજ સ્ટેમ્પ ડયુટી ખાતામાં મોકલવામાં આવ્યો છે. જેથી ખેડૂતે સ્ટેમ્પ ડયુટી ખાતામાં તપાસ કરી દસ્તાવેજની નકલ મેળવતાં જે જોતાં વેચાણ દસ્તાવેજ નંબર-૧૭૦૪૩/૨૦૨૨ તા.૨૦/૪/૨૦૨૨ થી થયેલ હતો અને આ દસ્તાવેજ પાવર ઓફ એર્ટની આધારે કરવામાં આવ્યો હતો. દસ્તાવેજની વધુ વિગતો તપાસતા ફરિયાદીના ભત્રીજાઓના નામનો ખોટો પાવર ઓફ એર્ટની પંકજકુંમાર રસીકભાઇ પટેલ રહે. પ્રજાપતિવાસ ઉમીયાપુરા ખેડા ના નામનો બનાવવામાં આવ્યો હતો.આ પાવર ઓફ એર્ટની ના આધારે આ જમીન નાસીરખાન મુસાફખાન પઠાણ રહે. ડહેલામાં હાઇવે રોડ પાસે, ચાંદણી, તા.જી. ખેડાને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તથા તેના સાક્ષી તરીકે રાઠોડ સંજયભાઇ ચાંદભાઇ રહે. ઠાકોરવાસ, ચેખલા, અમદાવાદ તથા રાઠોડ રાવજીભાઇ શકરાભાઇ રહે. બારૈયાની ટાંકી પાસે, ખેડા કેમ્પ, રતનપુર, ખેડા ની સહીઓ કરવામાં આવી હતી. ખેડૂત ધ્વારા પાવર ઓફ એર્ટની જોતાં નોટરી સીરીયલ નંબર-૧૪૧૫ તા.૧૦/૫/૨૦૧૮ ની નોટરી જશવંતસિહ આર રાઠોડ નોટરીનો સહી સીક્કો મારેલ હતો અને તે નોટરી માણસા જી.ગાંધીનગર રજી.નંબર ૧૩૯૫/૧૦ નું લાઈસન્સ ધરાવતા હોવાનો સીક્કો મારેલ હતો જે પાવર ઓફ એર્ટનીની સહીઓ જોતાં પોતાની સહીઓ ન નહીં પરતું ખેડૂતો જે સહીઓ કરતાં હતા તેવી ભળતી સહીઓ કરેલ હતી. તથા આ પાવર ઓફ એર્ટનીમાં જે ફોટા લગાવેલ તે આધારકાર્ડના ફોટામાંથી સ્કેન કરી લગાવેલ હોય તેવું સ્પષ્ટ જણાઈ આવ્યું હતું. તથા આ પાવર ઓફ એર્ટનીમાં કોઇ સાક્ષીની પણ સહી કે નામ લખેલ ન હતું.

(5:09 pm IST)