Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

૬ માર્ચે ગુજરાત આવતા નરેન્દ્રભાઈની સુરક્ષા માટે અભૂતપૂર્વ સુરક્ષા ચક્ર

લશ્કરની ત્રણેય પાંખની કેવડિયા ખાતે ત્રણ દિવસની મિટિંગ માટે ગુજરાતથી દિલ્હી સુધી ભારે ધમધમાટ : રાજનાથસિંહ અને ચીફ ઓફ આર્મી સ્ટાફ બિપીન રાવત પણ આવે છેઃ લશ્કરના મહત્વના ઓફિસર મનોજ મુકુંદ નરવણે દોડી આવ્યાઃ વડોદરા રેન્જ વડા હરીકૃષ્ણ પટેલના માર્ગદર્શનમાં લોખંડી સુરક્ષા ગુપ્તચર વડા અનુપમસિંહ ગહેલોત સેન્ટ્રલ આઈબી સાથે સતત સંકલનમાં

રાજકોટ તા.૨૬: મહા નગરપાલિકાઓમાં ભાજપ ભવ્ય વિજય અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ગરમા ગરમ માહોલ વચ્ચે વડા -ધાન નરેન્દ્રભાઇ મોદી ૬ માર્ચના રોજ કેવડીયા નર્મદા ખાતે હાઈ લેવલની ડિફેન્સ કોન્ફરન્સ અંતર્ગત ગુજરાત અર્થાત્ નર્મદા કેવડીયા ખાતે આવતા હોય તેમની સુરક્ષા વ્યવસ્થા માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા વડોદરા રેન્જ વડા હરિકૃષ્ણ પટેલ જેવા અનુભવી અધિકારીના માર્ગદર્શનમાં ગોઠવવા આખરી ઓપ અપાઈ રહ્યો છે.                            

 દિલ્હી ખાતે  થી પ્રાઈમ મિનિસ્ટર સુરક્ષા ની જવાબદારી સંભાળતા એસપીજી ના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું પણ ટોચના સૂત્રો જણાવે છે.    

ત્રણ દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં લશ્કરની ત્રણેય પાંખના વડા હાજર રહવાના હોવાથી સ્થાનિક તંત્ર આ બાબતે ભારે ગુપ્તતા જાળવી રહ્યુ છે.                            

આ કોન્ફરન્સમાં દેશના રક્ષા મંત્રી અને ચીફ ઓક આર્મી સ્ટાફ બિપીન રાવત પણ હાજર રહી પોતાનું મંતવ્ય રજૂ કરશે. એમ પણ બહાર આવ્યું છે કે આર્મીના એક મહત્વના ઓફિસર મનોજ મુકુંદ નરવણે  દ્વારા ગુજરાતી કેવડીયા ખાતે મુલાકાત લય ટોચ લેવલે ચર્ચા કરી સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત સિકકમ અંગે ચર્ચાઓ કરી હતી.                                            

લશ્કરની ત્રણેય પાંખના વડાનીએ મહત્વની કોન્ફરન્સ મા ટોચના લશ્કરી વડાઓના આગમનને પગલે પગલે રાજ્ય કક્ષાની ગુપ્તચર અજન્સી ના ચીફ અનુપમ સિહ ગાહેલોત પણ કેન્દ્રીય એજન્સીઓ સાથે સતત સંકલન સાધી રહ્યાનું પણ સૂત્રો જણાવે છે.

(12:57 pm IST)