Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

કેજરીવાલના ગુજરાત પ્રવાસ વેળાએ અરવલ્લીમાં આપને ઝટકો : સબલપુર તાલુકા પંચાયતના ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કર્યો

આપના ઉમેદવાર દેવિકાબેન સુરેશભાઈ પટેલે ભાજપનો ખેસ પહેરી પ્રચારમાં પણ જોડાયા

મોડાસાઃ આજે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે જ આપને ગુજરાતાં પહેલો મોટો ઝટકો લાગ્યો છે. અરવલ્લીમાં આપ પાર્ટીને મતદાન પહેલા મોટો ઝટકો લાગ્યો છે. મોડાસાની સબલપુર તાલુકા પંચાયતના આપ ઉમેદવાર ભાજપમાં જોડાયા છે.

આપના ઉમેદવાર દેવિકાબેન સુરેશભાઈ પટેલે ભાજપને ટેકો જાહેર કર્યો છે. આપના ઉમેદવાર ભાજપનો ખેસ પહેરી પ્રચારમાં જોડાયા હતા.

 અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલ બપોરે આમ આદમી પાર્ટી (આપ) સંગઠન મંત્રી મનોજ સોરઠીયાના ઘરે ગયા હતા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટાયેલા આમ આદમી પાર્ટી (આપ)ના 24 કોર્પોરેટરો સાથે કાઠિયાવાડી ભોજન કર્યું હતું. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ આપ પ્રમુખ ગોપાલ ઈટાલિયા તથા અન્ય આગેવાનો પણ ભોજનમાં જોડાયા હતા.


સુરત આવેલા અરવિંદ કેજરીવાલે સર્કિટ હાઉસ ખાતે સુરતના આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકરો સાથે બેઠક કરીને તેમને પૂરી તાકાતથી પ્રજાના પ્રશ્નો ઉઠાવવા હાકલ કરી હતી. આ ઉપરાંત સ્થાનિક આગેવાનો સાથે કેજરીવાલે વાતચીત કરી હતી. આમ આદમી પાર્ટી (આપ)ના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે કેજરીવાલે પાટીદાર આગેવાનો સાથે વાત કરી હતી અને તેમનો આભાર માન્યો હતો. વરાછા ખાતે દ્વારકેશ નગરી સોસાયટીમાં વિજયી 27 કોર્પોરેટર સાથે કેજરીવાલ વાત કરશે.

(2:18 pm IST)