Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

હાઇકોર્ટની એડવોકેટ જનરલને ટકોર : કહ્યું -હવે ફરીવાર માસ્ક પહેરવાના નિયમોનું સખ્તપણે પાલન કરવું પડશે

જે દિવસે ચૂંટણીની ઉજવણીનો અંત આવી જશે, ત્યારે જ તમે સ્થિતિ પર કાબુ મેળવી શકશો

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે કોરોનાને લગતી સુઓ મોટો જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલને કહ્યું હતું કે થોડાક દિવસ પહેલા આપણે કેસો પર નિયંત્રણ મેળવી શક્યા હતા અને તેને લીધે કેસની સંખ્યાં પણ ઓછી થઈ હતી જોકે હવે ફરિવાર માસ્ક પહેરવાના નિયમોનું સખ્તપણે પાલન કરવું પડશે.

એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં કહ્યું કે અમે વિચારી રહ્યાં છીએ કે અન્ય રાજ્યોમાંથી પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દઈએ. ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ જનરલને જવાબમાં કહ્યું કે આનાથી તમારી સમસ્યાનો ઉકેલ નહિ આવે. જે દિવસે તમારી ચૂંટણીની ઉજવણીનો અંત આવી જશે, ત્યારે જ તમે સ્થિતિ પર કાબુ મેળવી શકશો. સરકારે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે.

ગુજરાતના ચીફ જસ્ટિસ વિક્રમનાથે સુનાવણી દરમિયાન હળવા અંદાજમાં કહ્યું હતું કે જો ચૂંટણીના પરિણામ અને ઉજવણીને લીધે કોરોનાના કેસમાં વધારો થયો તો તમામ પાર્ટીના રજીસ્ટર્ડ કાર્યકર્તાઓને કમ્યુનિટી સર્વિસમાં મોકલવામાં આવશે. એડવોકેટ જનરલે જવાબમાં કહ્યું કે આ લોકો રક્ષણ રાખે

જસ્ટિસ જે.બી. પારડીવાલા સુનાવણી દરમિયાન કહ્યું કે કોઈ માસ્ક પહેરતું નથી. સોશ્યલ ડિસ્ટનસિંગ પણ તેટલો જ જરૂરી છે, જો માસ્ક પહેરવામાં તો કેટલીક હદ સુધી તો રક્ષણ મળે. એડવોકેટ જનરલે કહ્યું કે અમે આ બાબતનું પાલન કરાવવાનો પ્રયાસ કરશું. આ કેસની સુનાવણી 6 સપ્તાહ પછી હાથ ધરવામાં આવશે, તેવી શકયતા

(8:59 pm IST)
  • ગુજરાતમાં સવારથી આવકવેરાનું મોટું ઓપરેશન ચાલુ : ગુજરાતમાં આવકવેરાના મોટાપાયે દરોડા ચાલુ હોવાનું ન્યૂઝફર્સ્ટ જણાવે છે. દરમિયાન મોરબીથી મળતા અહેવાલો મુજબ મોરબીની મોટા ગજાની ૨ સીરામીક ઇન્ડસ્ટ્રીઝ ઉપર અમદાવાદ અને રાજકોટથી આવેલા મનાતા આવકવેરાના અધિકારીઓએ ધોસ બોલાવ્યાનુ જાણવા મળે છે. access_time 3:55 pm IST

  • રીઝર્વ બેન્કે ગુનાની ગૃહ કો-ઓપરેટીવ બેન્ક લીમીટેડ પર મૂકયો પ્રતિબંધ : ખાતેદારો ૫૦,૦૦૦ રૂપિયા સુધી ઉપાડી શકશે : મંજૂરી વિના કોઈપણ પ્રકારની ગ્રાન્ટ આપવા મનાઈ : નવી લોન આપી શકાશે નહિં અથવા લોન રીન્યુ કરી શકશે નહિં : થાપણો સ્વીકારવા ઉપર મનાઈ : ૯૯%થી વધુ લોકોના નાણા સુરક્ષીત : લાયસન્સ રદ્દ કરાયુ નથી access_time 3:54 pm IST

  • આંદામાન સાગરમાં ભટકતી બોટની શોધ : રોહીંગ્યા શરણાર્થીઓની ગૂમ થયેલી બોટને શોધવામાં ભારતીય તટરક્ષક દળ મદદ કરી રહયું છે. આ નૌકા ૧પ દિ' પહેલા બાંગ્લાદેશથી રવાના થયા પછી ખરાબ થઇ ગયેલ. આ નૌકામાં ૯૦ લોકો છે. જેમની હાલત ખરાબ છે અને તે પૈકી ૮ના મોત થયાની આશંકા છે. જો કે આ નૌકા કયાં છે તે જાણવા મળતુ નથી. આ બોટમાં સવાર રપ વર્ષીય યુવાનની માતા નસીમા ખાતુન કહે છેકે પોતાનો પુત્ર ૪ લીટર પાણી માત્ર સાથે લઇને ગયો છે અને આ લોકો ભુખથી તડપી રહયા છે અને માર્ગ ભુલી ગયા છે. access_time 12:52 pm IST