Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ખેડાના ચકલાસી પાસે બટાકાનાં ગોડાઉનમાં આગ ભભૂકી : વેલ્ડિંગ દરમિયાન કોલ્ડ સ્ટોરરેજમાં આગ

આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી: ફાયર બ્રિગેડની 1 કલાકની જહેમત બાદ આગ કાબુમાં

ખેડા જિલ્લાનાં ચકલાસી પાસે બટાકાનાં ગોડાઉનમાં આગ લાગી હતી. વેલ્ડિંગ કામ દરમિયાન કોલ્ડ સ્ટોરરેજમાં આગ લાગી હતી. સ્થાનીકોએ ફાયર બિગ્રેડ ટીમને જાણ કરતા તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 1 કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી

 

(10:26 pm IST)