Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2024

ગાંધીનગરમાં ૬૫૦૦૦ પુસ્‍તકોનો દરિયો : સરકારી ગ્રંથાલયનું કાલે અમિતભાઇના હસ્‍તે લોકાર્પણ

સભ્‍ય ફી માત્ર બે રૂપિયા : અઢીલાખ લોકો સભ્‍ય બને તેવો અંદાજ

ગાંધીનગરના સેકટર ૨૧માં સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓના વિભાગ દ્વારા નિર્માણ પામેલ છ માળની લાઇબ્રેરીની તસ્‍વીરી ઝલક.

રાજકોટ તા. ૨૬ : ગુજરાતના પાટનગર ગાંધીનગરની ઓળખમાં એક વધુ વિશેષતા નો ઉમેરો થવા જઈ રહ્યો છે ગાંધીનગરાઓ માટે અને એમાં પણ વાંચન અને સાહિત્‍ય જગત સાથે જોડાયેલા લોકો માટે ખુશીની વાત છે કે સમગ્ર ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી ગ્રાઉન્‍ડ + ૫ એટલે કે કુલ છ માળમાં વિવિધ પુસ્‍તકો નો સાગર જાણે ઘર આંગણે આવી પહોંચ્‍યો છે.

સેકટર ૨૧માં ૬ માળમાં જુદા જુદા વિભાગો મળી કુલ ૬૫૦૦૦ પુસ્‍તકો એક જ સ્‍થળ પર વાંચન માટે ઉપલબ્‍ધ છે. જેમાં ૮૦૦ થી વધુ વ્‍યક્‍તિઓ એક સાથે બેસી શકે તેવી બેઠક વ્‍યવસ્‍થા સાથે નિર્માણ પામેલ આ ગ્રંથાલયમાં મહિલાઓ, પુરુષો, બાળકો, વળદ્ધો, અંધજનો દરેક માટે અલગ વ્‍યવસ્‍થા નું પણ ખાસ ધ્‍યાન રાખવામાં આવ્‍યું છે. ઉપરાંત ઈ લાઇબ્રેરી વિભાગમાં વાઇફાઇ સુવિધા ઉભી કરી ગ્રંથાલયના સભ્‍યો માટે પાસવર્ડ  સેટ કરવામાં આવશે. જેનાથી વાચક કોમ્‍પ્‍યુટરમાં પાસવર્ડ સેટ કરી ઓનલાઈન ૪૦૦૦ જેટલા પુસ્‍તકોને વાંચી શકે છે સમયાંતરે ઓનલાઇન વાચકો ના રસ ને ધ્‍યાનમાં રાખી વધુ પુસ્‍તકો સોફટવેરમાં સમાવિષ્ટ કરવાનું પણ એક આયોજન છે. ગ્રંથાલયમાં ત્રણ ભાષાઓ હિન્‍દી અંગ્રેજી અને ગુજરાતી ના પુસ્‍તકો મેળવી શકાશે આટલા મોટા પુસ્‍તકાલયના દરિયામાંથી વાચક પોતાના પસંદનું પુસ્‍તક સરળતાથી શોધી શકે તે માટે વિષય ‘માણે ગોઠવણી કરી કોમ્‍પ્‍યુટર'માં ઓપેકની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેથી વાચક પોતાની જરૂરત મુજબ જાતે પુસ્‍તક શોધી શકે છે.

ગ્રંથાલયની બીજી એક વિશિષ્ટતા ગ્રંથાલયનો અંધજન વિભાગ છે જેમાં બ્રેઇન લિપિમાં સાહિત્‍ય મૂકવામાં આવ્‍યું છે .ઉપરાંત ઈ-લાઈબ્રેરીમાં કોમ્‍પ્‍યુટરમાં વિશેષ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ દ્વારા જોઈ ન શકનારા વ્‍યક્‍તિઓ માટે ઓડિયોનો લાભ લઈ શકે જે તે પુસ્‍તકને સાંભળી શકાય તેવી પણ સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે.

અહીં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અલગ બેઠક વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે જ્‍યાં મહિનામાં એકવાર તેમને વિષય તજજ્ઞો દ્વારા લેક્‍ચરનું પણ આયોજન કરવામાં આવશે. ગ્રંથાલયમાં ત્રણેય ભાષાના સાહિત્‍ય પુસ્‍તકો ,સ્‍પર્ધાત્‍મક તૈયારી માટેના પુસ્‍તકો, નવલકથાઓ, જીવન ચરિત્રો ,બાળ વિભાગના પુસ્‍તકો, મહિલાઓને લગતા પુસ્‍તકો, ધાર્મિક પુસ્‍તકો, ઇતિહાસ, ભૂગોળ, ઙ્કવાસન આધારિત પુસ્‍તકો, ઉપરાંત વિશ્વકોષ અને ભગવદગોમંડલ જેવા જોડણી કોષ પણ ઉપલબ્‍ધ છે. આ સિવાય ૨૦ દૈનિક અખબારો તથા  ૧૬૨ સામયિકોનો પણ સમાવેશ થાય છે.

પાટનગરના આ ગ્રંથાલયના નવીનીકરણ પહેલાથીજ ૧૦,૨૪૦ સભ્‍યો ગ્રંથાલયમાં નોંધાયેલા છે. ગ્રંથાલયના નવીનીકરણ પછી અપેક્ષિત લાભાર્થીઓની સંખ્‍યામાં વધારો થઈ ૨,૫૦,૦૦૦ જેટલા લોકો સભ્‍યપદ મેળવશે તેવો અંદાજ  છે.  આ સરકારી ગ્રંથાલયની વાર્ષિક ફી માત્ર બે રૂપિયા છે રજીસ્‍ટ્રેશન કરાવનાર વ્‍યક્‍તિ ગેજેટેડ ઓફિસરના સહી સિક્કા કરાવી જામીન પત્રક સાથે સભ્‍ય બને તો તેણે રુપિયા ૪૦ ડિપોઝિટ અને વાર્ષિક ૨ રૂપિયા લેખે પાંચ વર્ષના ૧૦ રૂપિયા સભ્‍ય ફી ચૂકવવાની રહે છે. જો કોઈ કારણોસર જામીન નથી મળતા તો સો રૂપિયા ડિપોઝિટ અને ૧૦ રૂપિયા સભ્‍ય ફી  ચૂકવવાની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

સેક્‍ટર ૨૧ નું આગ્રંથાલય સવારે ૮ થી રાત્રિના ૧૨ કલાક સુધી એટલે કે કુલ ૧૬ કલાક વાંચકો માટે ખુલ્લું રહે છે મહિલા વાચકો માટે નો સમય સવારે ૮ થી રાત્રિના ૮ કલાક સુધીનો નક્કી આવેલો છે. સભ્‍યપદ મેળવ્‍યા પછી કોઈપણ એક સભ્‍ય પોતાના નામ ઉપર ચાર પુસ્‍તકો એક સાથે લઈ શકે છે. સમયસર પુસ્‍તક જમા ન કરાવી શકતા સભ્‍યો માટે આર .એફ .એ .ડી સિસ્‍ટમ દ્વારા પુસ્‍તક જાતે રીન્‍યુ કરવાની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

ગ્રંથાલયના મુખ્‍ય અધિકારીશ્રી જયરામભાઈ દેસાઈ ગ્રંથાલય અંગે જણાવે છે કે, આપણા સૌ માટે આનંદની વાત છે કે ગાંધીનગરમાં ગુજરાતની સૌથી વિશાળ છ માળની લાઇબ્રેરીનું ઉદ્‌ઘાટન થવા જઈ રહ્યું છે તારીખ ૨૭ ફેબ્રુઆરીના રોજ ગળહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ આ ગ્રંથાલયનુ લોકાર્પણ કરવાના છે, ત્‍યારે જિલ્લાના નગરજનોને તેમણે અનુરોધ કર્યો હતો કે સરકારી ગ્રંથાલય સ્‍વરૂપે સરકારે આપણને જ્ઞાનની ગંગા ઘર આંગણે લાવી આપી છે. ત્‍યારે આ વ્‍યવસ્‍થાનો ભરપૂર લાભ લઇ પુસ્‍તકોના વાંચન થકી જીવનને ઉત્તમ બનાવવાનો આ મોકો છોડશો નહીં.

સેક્‍ટર ૨૧ લાઇબ્રેરી સ્‍ટાર્ટઅપ નોલેજ અને ફ્રી લીનકિંગ સેન્‍ટર પ્રોજેક્‍ટ હેઠળ રૂપિયા ૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં છ માળ ઉપર અલગ અલગ સુવિધા આપવામાં આવી છે. ગ્રાઉન્‍ડ ફલોર પર ગ્રંથપાલ કાર્યાલય, મદદનીશ ગ્રંથપાલ કાર્યાલય, અન્‍ય કચેરીઓ, સર્વર રૂમ, ઇલેક્‍ટ્રીક રૂમ, સ્‍ટોર રૂમ , સિનિયર સિટીઝન રૂમ, ઈ- લાઇબ્રેરી, અંધજન વિભાગ, રિસેપ્‍શન તથા પ્રતીક્ષા ખંડ નો સમાવેશ થાય છે. જૂની લાઈબ્રેરી બિલ્‍ડીંગની બેઠક ક્ષમતા માત્ર ૨૦૦ વ્‍યક્‍તિઓની હતી જે વધારીને આ નવા બિલ્‍ડીંગની બેઠક ક્ષમતા ૮૦૦ જેટલા વ્‍યક્‍તિઓની કરવામાં આવી છે ઉપરાંત બેઝમેન્‍ટ પાર્કિંગ સુવિધા આપવામાં આવી છે જેમાં ૨૦ ફોરવીલ અને ૪૦ ટુ વ્‍હીલર પાર્ક કરવાની સુવિધા ઉપલબ્‍ધ છે.

(4:26 pm IST)