Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

રાજપીપળા સફેદ ટાવર પાસેની દુકાનમાં સાતથી વધુ ગ્રાહકો રાખનાર વેપારી વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસ જાહેરનામા બાબતેના ચેકીંગમાં નીકળી હતી ત્યારે સફેદ ટાવર પાસેની એક દુકાનમાં સાતથી વધુ ગ્રાહકો ભેગા કરી વેચાણ કરનાર વેપારી વિરુદ્ધ પોલીસે કાયદેસર કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આઈ.આર.દેસાઈની ફરિયાદ મુજબ સરફરાઝ મેહબુબ ગરાસીયા રહે. રાજપીપળા એ સફેદ ટાવર રોડ પાસે આવેલ પોતાની ન્યુ લુક નામની કાપડની દુકાનમાં સાતથી વધારે ગ્રાહકો રાખી વેચાણ કરી ચેપી રોગ ફેલાવા જેવું કૃત્ય કરેલ હોય તથા સોશીયલ ડિસ્ટન્સ નહિ જાળવતા જાહેરનામા ભંગ બદલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:00 pm IST)