Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

વિરપોર ચાર રસ્તા પરથી મો.સા.ઉપર ટ્રિપલ સવારી જતા ત્રણ વિરુદ્ધ આમલેથા પોલીસે ગુનો નોંધ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વિરપોર ચોકડી પર વાહન ચેકીંગ કરતી આમલેથા પોલીસે મો.સા.પર ત્રણ સવારી બેસી જતા ત્રણ શખ્સો વિરુદ્ધ જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ આમલેથા પીએસઆઇ એસ.ડી. પટેલ અને પોલીસ ટિમ વિરપોર ચોકડી પાસે વાહન ચેકીંગ કરતી હતી એ સમયે એક મો.સા.નં.GJ.22.L.5438 ટ્રિપલ સવારી જનાર નાનજીભાઇ અભેસીંગભાઇ વસાવા,રહે.આમલેથા, પાર્વતીબેન અભેસીંગભાઇ વાસાવા, રહે.આમલેથા તથા રેણુકાબેન કિશોરભાઇ વસાવા, રહે.રાજપીપલા ખારા ફળિયા ને ઝડપી પાડી જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કર્યો હતો.

(11:02 pm IST)