Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

મેડીકલ કોલેજના બોન્ડેડ ડોકટરોને તાત્કાલિક હાજર થવા આદેશ

અમદાવાદ તા. ર૬: કોરોના મહામારીના કહેરના કારણે કેટલાય લોકો મરી રહ્યા છે. રાજયમાં બેડ ઓછા પડી રહ્યા છે ત્યારે રાજય સરકારે સરકારી હોસ્પીટલોમાં બેડ વધારવાનું શરૂ કર્યું છે પણ તેના માટે ડોકટરોની અછત પણ વર્તાઇ રહી છે. એટલે સરકારે મેડિકલ કોલેજના બોન્ડેડ ડોકટરોને તાત્કાલિક ફરજ પર હાજર થવાના આદેશ આપ્યા છે. સરકારી કોલેજોમાં અભ્યાસ દરમ્યાન વિદ્યાર્થીઓ પાસે બોન્ડ ભરાવવામાં આવે છે. જેના હેઠળ તેમણે સરકાર નકકી કરે ત્યાં નિશ્ચિત સમય માટે મેડીકલ સેવા આપવી ફરજીયાત છે.

રાજયના આરોગ્ય સચિવ, પ્રકાર શિવહરેએ આ સંદર્ભે સરકારી મેડીકલ કોલેજના પ૧૩, જીએચઇઆરએસ કોલેજના ૧૩૬ અને રાજયની સરકારી તથા જીએમઇ આર. એસ. મેડીકલ કોલેજના પ૯૩ ડોકટરોને મેડીકલ ઓફીસીર વર્ગ-ર હેઠળ નિમણુંક આપી છે. અને તેમને તાત્કાલિક ફરજ પર હાજર થવા રહ્યું છે. તેમણે હાજર થવું ફરજીયાત છે.

(2:59 pm IST)