Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

સોશ્યલ મીડિયા મફિયાએ હદ વટાવી, કડકાઇથી કામ લેનાર આઇપીએસના આઠ આઠ નકલી એકાઉન્ટસ બનાવી માનસિક રીતે થકવી દેવાનો ચક્રવ્યુ

અમરેલી પૂર્વ એએસપી, અમદાવાદ ડીસીપી આઇપીએસ પ્રેમસુખ ડેલુ : વધુ એક આઇપીએસ શિકાર, આઇપીએસ પ્રેમસુખ ડેલુંને બદનામ કરવાનો કારસો, અમરેલી પંથક સુધી તપાસનો ધમધમાટ

રાજકોટ,તા.૨૬ :  વડોદરા સીપી શમશેર સિંઘ,સીઆઈડી ક્રાઇમ વડા ટી.એસ.બિસ્ત,રાજકોટ રેન્જ વડા સંદીપસિહ, આઇપીએસ વિપુલ અગ્રવાલ સહિત અનેક લોકોના સોશિયલ મીડિયા નકલી એકાઉન્ટસ ખોલનાર ભેજા બાજો દ્વારા હવે હદ વટાવી ભૂતકાળમાં અમરેલીમાં પ્રશંસનીય ફરજ બજાવી હાલ અમદાવાદ ડીસીપી તરીકે ફરજ બજાવતાં પ્રેમસુખ ડેલુના એક સાથે ૮ નકલી એકાઉન્ટસ બનાવી રેકોર્ડ સજર્યો છે.                                 

સાઇબર ક્રાઇમમાં જાણ કરવા છતાં ભેજાબાજો દ્વારા પ્રેમસુખ ડેલુને ભેખડે ભરાવી દેવો હોય તેમ તેમના  નામે ધાર્મિક લાગણી દુભાઈ તેવી પોસ્ટ સાથે રાજકીય પોસ્ટ મૂકી સરકારમાં પણ તેવો બદનામ થાય તેવા પ્રકારના આ કારસા અંગે ફરિયાદ બાદ અમરેલી પંથક સુધી તપાસનો દોર લંબાયો છે. અમરેલી પંથકમાં કેટલાય માથાભારે શખ્સો સામે તેવો દ્વારા થયેલ કાર્ય વાહી સંદર્ભે તપાસ અમરેલી પંથક સુધી પોહચ્યાનું સૂત્રો જણાવે છે.           

 ઝોન.૭માં અમદાવાદ ડીસીપી તરીકેની ફરજ બજવતા આ આઇપીએસ દ્વારા અમદાવાદમાં પણ ઘણા માથાભારે અને વગદાર સામે કાર્યવાહીથી નારાજ તત્વો સામે પણ શંકાની સોય ચીંધાય રહી છે.

ખુદ આઇપીએસ પ્રેમ સુખ ડેલુ પણ તેમને બદનામ કરવા માટે આખો કારસો રચાયાનું સ્પષ્ટ માની રહ્યા છે. પ્રેમ સુખ ડેલું માનસિક રીતે મિત્રો શુભેચ્છકોને જવાબ આપી કંટાળી ગયાનું પણ સૂત્રો જણાવે છે.    આ રીતે નિષ્ઠાવાન અફસરો સામે આવી રીતે કારસા રાચતા શખ્સો સામે તાકીદે કાર્યવાહી કરી તેમને બ્રેક મારવી ખૂબ જરૂરી હોવાનો મોટા પ્રમાણમાં મત પ્રવર્તી રહ્યો છે.

(3:00 pm IST)