Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

કામદાર વીમા નિગમ દ્વારા મહિલાઓની માંદગીના લાભો અંગે શરતોમાં અપાઇ રહાત : હસુભાઇ દવે

હરીદ્વાર, વિશાખાપટ્ટનમ, હૈદ્રાબાદમાં હોસ્પટલો સ્થાપવા પણ મહત્વના નિર્ણયો

રાજકોટ તા. ૨૬ : કામદાર રાજય વીમા નિગમ દ્વારા વીમો આવરી લેવાયેલ સ્ત્રીઓની ફાળાની શરતોમાં રાહત આપવી તેમજ આરોગ્ય સેવા સુધારણા સહીતના કેટલાક પગલાઓ લેવાયા છે. રાજય કક્ષાના શ્રમ અને રોજગાર ખાતાના મંત્રીશ્રીએ સંતોષકુમાર ગંગવારની અધ્યક્ષતામાં ૧૮૪ મી કર્મચારી રાજય વીમા યોજના મીટીંગ થયેલ. તેમાં કામદારોની સુવિધા માટેનું માળખુ મજબુત બનાવવાના પગલા લેવાયા હોવાનું ભારતીય મજદુર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઇ દવેની યાદીમાં જણાવાયુ છે.

જેમ કે અગાઉ કામદાર રાજય વીમા નિગમ દ્વારા વીમા હેઠળ આવરી લેવાયેલ સ્ત્રીઓને માંદગીનો લાભ આપવા ફાળાની શરતો મુજબ ૧૨ ને બદલે ૨૬ અઠવાડીયા માટે મેટરનીટી લાભોનો સમયગાળો વધાર્યા પછી વીમા હેઠળ આવરી લેવાયેલ સ્ત્રીઓ મેટરનીટી લાભો લીધા પછી માંદગીના લાભો મેળવવા પાત્ર થતી ન હતી. આવા કેસમાં હવે એવુ નકકી કરાયુ છે કે વીમા હેઠળ આવરી લેવાયેલ સ્ત્રીઓના કેસમાં જો ફાળાનો ટુંકો ગાળો હોય તેના અડધા કરતા ઓછો ફાળો ચુકવેલ અથવા ચુકવવા પાત્ર હોય તેવી સ્ત્રીઓને પણ માંદગી અંગેના લાભો મળવા પાત્ર થશે. આ છુટછાટ જાન્યુ.૨૦, ૨૦૧૭ ની અસરથી લાગુ પડશે કે. જે તારીખે વધારાનો મેટરનીટી લાભોનો ગાળો અસરકર્તા થશે.

એજ રીતે આ વર્ષના જાન્યુઆરીથી જુનના સમયગાળા માટે માંદગી અને મેટરનીટી લાભો મળવા અંગેની શરતોમાં પણ રાહત આપેલ છે. માર્ચ ૨૦૨૦ માં કોવીડ-૧૯ ના કારણે લોકડાઉન લાદી દેવાતા કેટલાક મહીનાઓ સુધી ફેકટરીઓ બંધ રહી હતી. આ દરમિયાન માંદગીના લાભો મળવાપાત્ર થયેલ ન હતા. ત્યારે કામદાર વીમા નિગમે નિર્ણય લીધો છે કે ૧ જાન્યુઆરી ૨૦૨૧ થી જુન ૩૦ ૨૦૨૧ દરમિયાન વીમા હેઠળ આવરી લેવાયેલવ્યકિતઓ અને સ્ત્રીઓને ફાળાની શરતોમાં રાહત આપેલ છે.

એજ રીતે કામદાર રાજય વીમા નિગમે ૩૦૦ પથરાીની હોસ્પિટલો જેમાં ૫૦ સુપર સ્પેશ્યાલીટીનો સમાવેશ થાય તેવી હરીદ્વારા અને ઉતરાખંડમાં બાંધવાનો નિર્ણય પણ લીધો છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે ૩૫૦ પથારીની હોસ્પિટલ બાંધવાનો નિર્ણય લીધેલ છે. જયાં કામદાર વીમા યોજના હેઠળ આવરી લેવાયેલ ૧૪ લાખ લાભાર્થીઓને તબીબી સેવાઓ મળી શકશે.

અજે રીતે હૈદરાબાદ અને તલંગણા ખાતે પણ હોસ્પિટલો સ્થાપવા નિર્ણય લીધો હોવાનું ભારતીય મઝદુર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઇ દવે (મો.૯૪૨૬૨ ૫૪૦૫૩) ની યાદીમાં જણાવાયુ છે.

(4:05 pm IST)