Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

વડોદરાના આજવા રોડ નજીક ઘરમાં સંતાડેલ દારૂનો જથ્થો ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી

વડોદરા : શહેરના વારસિયાના નામચીન આરોપીનો વિદેશી દારૃનો જથ્થો ઘરમાં સંતાડી રાખનાર આરોપીને  બાપોદ પોલીસે ઝડપી પાડી દારૃની ૧૧૫ બોટલ કબજે લીધી છે.પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

બાપોદ પોલીસને માહિતી મળી હતી કે,આજવારોડ પર આવેલા ડવડેક એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં દારૃનો જથ્થો સંતાડયો છે.જેથી,પોલીસની એક ટીમે ઉપરોક્ત સ્થળે રેડ  પાડી હતી.પોલીસે મકાનમાં તપાસ કરતા એક  રૃમમાં સંતાડેલી વિદેશી દારૃની ૧૧૫ બોટલ કિંમત રૃપિયા ૫૭,૯૦૦ ની મળી આવી હતી.પોલીસે મકાનમાં રહેતા રાજેશ ઓમપ્રકાશ કુમાર ( હાલ રહે.ડવડેક એપાર્ટમેન્ટ,આજવારોડ મૂળ રહે.ઉત્તરપ્રદેશ) ને ઝડપી પાડી પૂછપરછ કરતા દારૃનો જથ્થો વારસિયાના નામચીન અલ્પેશ ઉર્ફે અલ્પુ સીંધી (રહે.સંતકંવર કોલોની,વારસિયા) આપ્યો હોવાનું જાણવા મળ્યુ હતું.જેથી,પોલીસે અલ્પુ સીંધી તથા તેના અન્ય એક સાગરિત લક્ષ્મણ  પરમાર (રહે.વુડાના મકાનમાં વાસણારોડ)ને વોન્ટેડ જાહેર કર્યો છે. દારૃનો જથ્થો ક્યાંથી અને કેવી રીતે લાવવામાં આવ્યો  હતો.તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.આરોપી અલ્પુ સીંધી દરમહિને દારૃ રાખવા માટે રાજેશને ૧૫ હજાર રૃપિયા આપતો  હતો.દારૃનો જથ્થો કેટલા સમયથી અહીંયા રાખવામાં આવતો હતો.તે દિશામાં  પોલીસે તપાસ શરૃ કરી છે.

(5:34 pm IST)