Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

વડોદરાના હરણી રોડ નજીક દારૂનો નશો કરી અગાશી પર બૂમાબૂમ કરનાર બે મિત્રોને પોલીસે ઝડપી પાડયા

વડોદરા : હરણી રોડના  એક મકાનની અગાશી પર બેસીને દારૃના નશામાં બૂમાબૂમ કરતા બે મિત્રોને વારસિયા પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વારસિયા પોલીસને માહિતી મળી હતી કે,હરણી રોડ મીરા ચાર  રસ્તા પાસે આવેલી નાથીબા નગર સોસાયટીમાં એક મકાનની  અગાશી પર કેટલાક છોકરાઓ બૂમાબૂમ કરે છે. જેથી,પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ કરતા અગાશી પરથી બે મિત્રોનેે () જીગર કિરીટભાઇ પટેલ (રહે.મોટી ખડકી,વાસદ ) તથા () રૃદ્ર સોમનાથ ગાંગુલી (રહે.સુંદરવન રેસિડેન્સી,છાણી જકાતનાકા ) પકડયા  હતા.બંને મિત્રોને પોલીસ સ્ટેશન લાવીને તપાસ કરતા તેઓએ દારૃનો નશો કર્યો હોવાની જાણ થઇ  હતી.

(5:35 pm IST)