Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

માતર તાલુકાના સોખડા નજીક પરિણીતા પાસે 10 લાખના દહેજની માંગણી કરી ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

માતર:તાલુકાના સોખડા ગામે પિયરમાં રહેતી પરિણીતા પોતાના સાસરીયા વિરુદ્ઘ માતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે પોતાના પતિ તેજશ પટેલ, સાસુ રાધા પટેલ અને સસરા પ્રકાશ પટેલ (તમામ રહે. મોદધુકા, તા. તલોદ, જિ. સાબરકાંઠા ) z ભેગા મળીને તેના પર ત્રાસ ગુજારી મારઝૂડ કરતાં હોવાનું જણાવ્યું છે.

વધુમાં પરિણિતાના લગ્ન વર્ષ ૨૦૧૫માં સમાજના રીતી રિવાજ મુજબ થયા હતાં. પરીણીતાના સાસુ અને સસરા બન્ને અમેરિકાના શિકાગોમાં રહે છે, પરંતુ જયારે પણ અહીંયા આવે એટલે ઘરના કામકાજ બાબતે તથા નાની નાની બાબતે પોતાની પુત્રવધુ સાથે ઝઘડો અને મારઝૂડ કરતા હતા. ઉપરાંત તમામે પરીણિતાને દહેજ પેટે રૂા.૧૦ લાખની માંગણી કરી હતી. જે માંગણી પરીણીતાએ સંતોષતા તેની પર વધુ ત્રાસ ગુજારવામાં આવતો હતો. આથી કંટાળેલી પરીણિતા અંગે આજે પોતાના પિયરમાં આવીને તેના સાસરીયા વિરૂદ્ઘ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધર્યાનું જાણવા મળે છે.

(5:39 pm IST)