Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

રાજપીપળા સિવિલ હોસ્પિટલ પાછળના બંધ કંડમ રૂમમાં આગ લાગતાં ફાયર ફાયટરોએ કાબૂ મેળવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાની વડી ગણાતી રાજપીપળા સિવિલ હોસ્પિટલના કંડમ રૂમમાં અચાનક આગ લાગતાં લોકોમાં ભય ફેલાયો હતો જોકે તાત્કાલિક નગરપાલિકાના બે બંબા આવી જતા આગ પર કાબૂ મેળવ્યો હતો
રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં પાછળનાં ભાગે પી.એમ રૂમ નજીક આવેલા એક બંધ કંડમ સામાનનાં રૂમમાં કોઈક કારણોસર આગ લાગી હતી જેના કારણે ત્યાં હાજર સૌ ગભરાઈ ગયા હતા ત્યારબાદ નગર પાલિકા નાં ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ટીમ બે બંબા સાથે ત્યાં દોડી આવી પાણીનો મારો ચલાવતા આગ પર કાબુ મેળવાયો હતો. જોકે સિવિલ સર્જન ડૉ. જ્યોતિ ગુપ્તાના જણાવ્યા મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય એમ જણાઈ છે. આ આગ નાં કારણે કોઈને નુકશાન કે ઇજા થઈ નથી

(10:24 pm IST)