Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

લાંબા સમય બાદ ગુજરાતમાં આયકર દરોડા

અમદાવાદ - હિંમતનગર - મોરબી સુધી તપાસનો રેલો : વ્‍હેલી સવારથી એશિયન ગ્રેનિટો કંપનીની ઓફિસો - રહેઠાણો સહિત ૩૫ થી ૪૦ જગ્‍યાઓએ આયકર ખાતાના ૨૦૦થી વધુ અધિકારીઓ ત્રાટક્‍યા : મોટો દલ્લો મળવાની શક્‍યતા

અમદાવાદ તા. ૨૬ : ઘણા લાંબા સમય બાદ આવકવેરા વિભાગે આળસ ખંખેરી આજે વ્‍હેલી સવારથી જ એક ટાઇલ્‍સ બનાવતી કંપની, એક ખાનગી ફાયનાન્‍સ કંપનીને સાણસામાં લઇ મેગા ઓપરેશન હાથ ધરતા ખળભળાટ મચી જવા પામ્‍યો છે. આવકવેરા વિભાગને આ કાર્યવાહીમાં મોટો દલ્લો મળે તેવી શક્‍યતા છે. તપાસનો રેલો ગુજરાત બહાર પણ લંબાયો હોવાનું જાણવા મળે છે.

ગુજરાત રાજયના મેગા સીટી અમદાવાદમાં ઈન્‍કમટેક્‍સ વિભાગનું મોટું ઓપરેશન કરવામાં આવ્‍યું છે. લાંબા સમય બાદ અમદાવાદમાં IT વિભાગે સપાટો બોલાવ્‍યો છે. જાણિતા એશિયન ગ્રેનિટો ઈન્‍ડિયા લિમિટેડ પર ITએ તવાઈ બોલાવી છે, જાણીતા ટાઇલ્‍સ ઉત્‍પાદક પર ITના દરોડા પડ્‍યા છે. તમને જણાવી દઈએ કે AGL કંપનીના માલિક કમલેશ પટેલ છે, તેમની માલિકીની એશિયન ગ્રેનિટો ઈન્‍ડિયા લિમિટેડ એ ભારતની સૌથી મોટી ટાઇલ્‍સ અને બાથવેર સોલ્‍યુશન્‍સ બ્રાન્‍ડ બનાવતી  કંપનીઓમાની એક છે.

ITના અધિકારીઓઓ ૩૫થી ૪૦ સ્‍થળો પર દરોડા પાડ્‍યા છે. જેમાં અમદાવાદ શહેરના ઈસ્‍કોન ચાર રસ્‍તા પર આવેલી કોર્પોરેટ ઓફિસમાં પણ દરોડા પડ્‍યા છે. તો બીજી તરફ હિંમતનગરમાં આવેલી ફેક્‍ટરી પર પણ દરોડા પડ્‍યા છે. એશિયન ગ્રેનિટો ઈન્‍ડિયા લિમિટેડના અમદાવાદમાં વસવાટ કરતા તમામ ભાગીદારો પર પણ ઈન્‍કમટેક્ષની રેડ પડી છે. તપાસનો દોર મોરબી અને ગુજરાત બહાર પણ લંબાયો છે.

 

શહેરમાં એક સાથે ૩૫દ્મક ૪૦ જગ્‍યાએ ITની રેડ પાડવામાં આવી. શહેરના ઇસ્‍કોન ચોક પાસે આવેલી કોર્પોરેટ ઓફિસ પર ITએ તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ હિંમતનગરની ફેક્‍ટરી પર પણ દરોડા પાડવામાં આવ્‍યા છે.

અમદાવાદમાં રહેતા તમામ ભાગીદારોને ત્‍યાં IT વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું છે. શહેરમાં કમલેશ પટેલ, કાળીદાસ પટેલ, સુરેશ પટેલ અને મુકેશ પટેલને ત્‍યાં તપાસ ચાલી રહી છે. છેક ગુજરાત બહાર પણ ITની તપાસ લંબાવાઇ છે. મોરબીમાં રહેલા જોઇન્‍ટ વેન્‍ચરને ત્‍યાં પણ ત્‍વ્‍ વિભાગે તપાસ હાથ ધરી છે. IT વિભાગે પોલીસના મોટા કાફલા સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ તપાસમાં ITના ૨૦૦ અધિકારીઓ જોડાયા છે.

એશિયન ગ્રેનિટો ઈન્‍ડિયા લિમિટેડ ભારતની સૌથી મોટી ટાઇલ્‍સ બનાવતી કંપનીઓમાની એક છે.

વધુમાં તમને જણાવી દઇએ કે, એશિયન ગ્રેનિટો ઈન્‍ડિયા પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે અને એનું મુખ્‍ય મથક ગુજરાતમાં છે.  કમલેશ પટેલની માલિકીની એશિયન ગ્રેનિટો ઈન્‍ડિયા લિમિટેડ એ ભારતની સૌથી મોટી ટાઇલ્‍સ અને બાથવેર સોલ્‍યુશન્‍સ બ્રાન્‍ડ બનાવતી કંપનીઓમાની એક છે.

(10:42 am IST)