Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

વડોદરાના આજવારોડ વિસ્તારમાં ચોરી કરતા શખ્સને પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો

વડોદરા:શહેરના આજવારોડ વિસ્તારની સોસાયટીઓમાં ચોરી કરી રહીશોની ઊંઘ ઉડાવનાર સિકલીગર ગેંગના જશુસિંઘ ઉર્ફે ચિટુ રાનાસિંગ સિકલીગરને બાપોદ પોલીસે એકતાનગર પાસેથી ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરી કરવાના સાધનો, દાગીના સહિતનો મુદ્દામાલ મળતા કબ્જે કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા ચોરે 4 સ્થળે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેના ત્રણ અન્ય સાગરીતોના નામો ખુલતા તેઓની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.

(5:53 pm IST)