Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

વડોદરા:નાગરવાડા વિસ્તારમાં ટીવી કેબલના રિચાર્જ બાબતે થયેલ બબાલમાં જીવલેણ હથિયારથી મારામારી થતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના નાગરવાડા વિસ્તારમાં ગઇકાલે મોડીરાત્રે ટીવી કેબલના રિચાર્જ બાબતે ઓપરેટર અને બુટલેગર વરચે તલવાર જેવા જીવલેણ હથિયાર સાથે મારામારી થતા વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. હુમલામાં ઘવાયેલા બે શખ્સોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે કારેલીબાગ પોલીસે છ શખ્સો વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. હરણી ખાતે મોટનાથ રેસિડેન્સીમાં રહેતો કેયુર રાયબોલે પિતા ધનરાજના ડેન કેબલ નેટવર્કમાં ઓપરેટર તરીકે ધંધો કરે છે. તેણે ફરિયાદ નોંધાવી હતી કે, વિક્રમ ધનજીભાઈ મકવાણા  ( રહે-જુના સલ્મ કવાર્ટસ, નવીધરતી, નાગરવાડા ) એ ટી.વી કેબલના રિચાર્જ બાબતે અપશબ્દો બોલી વાયરો કાપી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ હું મામા રાહુલ બનશોર ( રહે-આનંદ નગર કારેલીબાગ ) તથા માસીના દીકરા અભિજીત સાથે વિક્રમના ઘરે ગયો હતો. તે સમયે વિક્રમે ઘરમાં લોખંડની પાઇપ લાવી મને માથાના ભાગે મારી હતી. હુએ પણ બચાવમાં બેઝબોલ વડે વળતો પ્રહાર કરતા વિક્રમને માથાના ભાગે વાગ્યું હતું. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે વિક્રમ મકવાણા વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો સામા પક્ષે વિક્રમ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે, રિચાર્જ બાબતે તકરાર થતાં ઓપરેટર તેના સાગરીતો સાથે મારા ઘરે ધસી આવ્યો હતો. અને અચાનક હુમલો કર્યો હતો. કેયુર તથા અન્ય બે શખ્સોએ મારી સાથેના તુષારને બેઝબોલના ફટકા માર્યા હતા. જ્યારે કેયુરે તલવારનો વડે હુમલો કરતા તેને ગંભીર ઈજાઓ પહોંચાડી છે. આ દરમ્યાન મારા દીકરા સાથે પણ ઝપાઝપી કરી અપશબ્દો બોલ્યા હતા. આ હુમલામાં મને કપાળમાં તથા શરીરે નાનીવતી ઈજાઓ પહોંચી છે. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે કેયુર ધનરાજભાઇ બોલે ધનરાજ ટ્રાય બોલે તથા અન્ય ત્રણ શખ્સો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, હુમલાખોર ઓપરેટર પિતા-પુત્રને શોધવા ટોળાએ ઉત્પાત મચાવ્યો હોવાની માહિતી પણ જાણવા મળી છે.

(5:53 pm IST)