Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

વડોદરામાં દારૂ સપ્લાય કરતી રાજસ્થાનની ટોળકી પર પોલીસની નજર:ગેંગના સભ્યને બાતમીના આધારે ઝડપી પાડયો

વડોદરા: શહેરમાં દારૂ સપ્લાય કરતી રાજસ્થાનની બિશ્નોઈ ગેંગ ઉપર પોલીસે સકંજો કસ્યો છે. જેને કારણે આ ગેંગના સાગરિતો અને દારૂનો જથ્થો પકડાઈ રહ્યા છે. વડોદરા પોલીસે રાજસ્થાની ગેંગ સામે પાસાનું પણ શસ્ત્ર ઉગામ્યું છે. જેમાં હરણી વિસ્તારમાં દારૂના જથ્થા સાથે ઝડપાયેલા બુટલેગરને જેલમાં મોકલવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ફેબ્રુઆરી મહિનામાં ગોલ્ડન ચોકડી નજીક દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. જેમાં બિશ્નોઈ ગેંગના ભજનલાલ હરિલાલ બિશ્નોઈ (રહે તક્ષશીલા રેસિડેન્સી,લાંભવેલ હનુમાન મંદિર રોડ, આણંદ મૂળ રહે. ઝાલોર, રાજસ્થાન) ની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. બિશ્નોઈ ગેંગના ભજનલાલ સામે અગાઉ અમદાવાદ, મહેસાણા હારીજ અને વડોદરા ખાતે પણ દારૂના ગુના નોંધાયા હતા.

(5:54 pm IST)