Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

અરજદાર શિક્ષકોને બદલી કેમ્પમાં ભાગ લેવા દેવામાં આવે:અરજી પેન્ડિંગ હોવાથી પોસ્ટિંગ ન આપવા હાઇકોર્ટનો હુકમ

હાઇકોર્ટે કહ્યું - જૂની સિનિયોરિટી પ્રમાણે તેમના કેસને ગણવામાં આવે :શિક્ષકોને વચગાળાની રાહત સમાન હાઇકોર્ટનો હુકમ

અમદાવાદ :રાજ્યમાં શિક્ષકોની બદલીના વિવાદ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે શિક્ષકોને વચગાળાની રાહત સમાન નિર્ણય કર્યો છે. શિક્ષકોની સિનિયોરિટીને વિપરીત અસર થતી હોવાની અરજદારની રજૂઆતને ધ્યાને લઈ શિક્ષણ વિભાગની જાહેરાત મુજબ હાલ ચાલી રહેલા બદલી કેમ્પમાં જૂની સિનિયોરિટી પ્રમાણે તેમના કેસને ગણવામાં આવે આવે, તેમજ અરજદાર શિક્ષકોને બદલી કેમ્પમાં ભાગ લેવા દેવામાં આવે અને જ્યા સુધી HCમાં અરજી પેન્ડિંગ છે ત્યાં સુધી  અરજદારોને પોસ્ટિંગ ન આપવા કોર્ટએ હુકમ કર્યો છે. આપને જણાવી દઈએ કે સરકારે વર્ષ 2020માં બહાર પાડેલા પરિપત્રને HCમાં પડકારાયો હતો, જેમાં વર્ષ 2012ના સરકારના પરિપત્રને યથાવત રાખવા માંગ કરાઇ છે.

અરજદારોની માંગણી પ્રમાણે જ્યારે 2012માં ગુજરાત સરકારની પોલિસી આવી તે મુજબ જે પણ વિકલ્પો શિક્ષકોએ પસંદ કર્યા હતા. તે લોકોની સિનિયોરિટી શાળા જોડ્યા તારીખથી ગણવામાં આવતી હતી. પરંતુ હમણાં બદલી પહેલાની જે પોલિસી આવી તેમાં તેમણે જે તે સમયે વિકલ્પ સિલેકટ કર્યા તે તારીખથી સિનિયોરિટી ગણવામાં આવી છે. તેથી તે તમામ શિક્ષકો જેમના એપોઈન્ટમેન્ટ ઓર્ડર ઘણા જૂના હોય સેવા આપી હોય તમામ બાબતો સાઈડલાઈન કરી નાખવામાં આવી. તે સંજોગોમાં હવે જ્યારે 2012માં જે શિક્ષકોએ વિકલ્પો સિલેકટ કર્યા તે પ્રમાણે જ આગળ પણ તે પરિપત્ર મુજબ જ બદલી થવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે.

(8:47 pm IST)