Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

હવે ગુજરાતનો શિક્ષણ વિભાગ બનશે ડિજિટલ:વિદ્યાર્થીઓ માટે બનશે ખાસ ઓનલાઇન પોર્ટલ

વિદ્યાર્થીઓ માટે પોર્ટલ બનાવવાની શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ જાહેરાત કરી

અમદાવાદ :ડિઝિટલ ઇન્ડિયાનો વ્યાપ વધી રહ્યો છે. દરેક ક્ષેત્રમાં ડિઝિટાઇઝેશન થઇ રહ્યું છે તેવામાં  શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓ માટે ખાસ એક ઓનલાઇન પોર્ટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમંત્રી જીતુભાઈ  વાઘાણીએ વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓ માટે પોર્ટલ બનાવવાની શિક્ષણમંત્રીએ જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા આ પોર્ટલ બનાવવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને તમામ વિભાગોની માહિતી મળી રહેશે. સાથે જ વિદ્યાર્થીઓ આંગળીના ટેરવે શિક્ષણ અને રોજગારીની માહિતી મેળવી શકશે

શિક્ષણમંત્રીએ આ જાહેરાત પોતાના ભાવનગર પ્રવાસ દરમિયાન કરી છે. વિદ્યાર્થીઓને શિક્ષણ-રોજગારીની માહિતી ઓનલાઈન મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થી જીવનમાં કોલેજોને લગતી માહિતી, એડમશીન, શિષ્યવૃત્તિ, પ્લેસમેન્ટ, વિવિધ પ્રકારની નોકરીઓ માટે લાયકાત, નિયમો અને ભરતીઓ સહિતની માહિતી મેળવવા માટે આ પોર્ટલ ઉપયોગી રહેશે. .

(9:30 pm IST)