Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

રાજપીપળા માહિતી કચેરીના માહિતી મદદનીશ સુનીલભાઈની બદલી બોટાદ થતાં વિદાય સમારંભ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા માહિતી કચેરીમાં છેલ્લા 3 વર્ષ ઉપરાંતથી માહિતી મદદનીશ તરીકે સેવા આપતા સુનીલભાઈ મકવાણાની તેમના વતન બોટાદ ખાતેની જિલ્લા માહિતી કચેરીમાં બદલી થતાં તેમનો વિદાય સમારંભ રાજપીપળા માહિતી કચેરીમાં યોજાયો હતો.
 આ પ્રસંગે નાયબ માહિતી નિયામક વાય. આર. ગાદીવાલાએ સુનીલભાઈને શાલ ઓઢાડી શ્રીફળ આપી સન્માન સાથે તેમના આગામી ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. માહિતી કચેરીના તમામ કર્મચારીઓએ પણ તેમને શુભેચ્છા સાથે ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ સર કરે તેવી અભિલાષા સાથે વિદાય આપી હતી.

(10:36 pm IST)