Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

દેત્રોજના ચુંવાળ ડાગરવા ગામે ડીજે વગાડવા બાબતે બબાલ: જાનૈયાને ઇજા: પોલીસ પહોંચી

અસામાજિકો દ્વારા ડીજે બંધ કરાવી જાન રોકવામાં આવ્યાનો આરોપ

અમદાવાદ :  દેત્રોજના ચુંવાળ ડાગરવા ગામે ડીજે વગાડવા બાબતે બબાલ થઈ હોવાની ઘટના સામે આવી હતી. અનુસુચિત સમાજની જાનમાં ડીજે વગાડતા બબાલ થઈ હતી. ત્યારે અસામાજિકો દ્વારા ડીજે બંધ કરાવી જાન રોકવામાં આવ્યાનો આરોપ લગાવામાં આવી રહ્યો છે. બબાલ બાદ જાનમાં આવેલા કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા જ દેત્રોજ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.

(11:09 pm IST)