Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

કરમાવદ તળાવ ભરવાની માંગણી સાથે હજારો ખેડૂતોની પાલનપુરમાં યોજાઈ રેલી : કલેકટરને આપ્યું આવેદનપત્ર

માંગણી ન સંતોષાતા આખરે ખેડૂતો જળ આંદોલનના માર્ગે વળ્યા

વડગામ તાલુકાનું કરમાવદ તળાવ ભરવાની માંગને લઈને 20 હજાર જેટલા ખેડૂતોએ પાલનપુરમાં રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું. કરમાવદ તળાવમાં પાણી ભરવાની માંગ છે અને આ માંગણી ન સંતોષાતા આખરે ખેડૂતો જળ આંદોલનના માર્ગે વળ્યા છે.

જેમાં હજારો ખેડૂતોએ પાલનપુર શહેરમાં મહારેલી યોજીને કલેકટરને તળાવ ભરવા માટે રજૂઆત કરી છે.મહત્વનું છે કે એક માસ અગાઉ કરમાવદ તળાવમાં કળશ પૂજન કરી અને ખેડૂતોએ જળ આંદોલનના મંડાણ કર્યા હતા જો કે છેલ્લા એક માસથી વડગામ અને પાલનપુર તાલુકાના 125 ગામડાઓમાં રાત્રી સમર્થન સભાઓ યોજી અને ખેડૂતોને રેલીમાં જોડાવા માટે આહવાન કરાયું હતું.

જોકે હવે 125 ગામના 25 હજાર જેટલા ખેડૂતોએ ટ્રેકટર રેલી સ્વરૂપે પાલનપુર પહોંચી અને પાલનપુર આદર્શ હાઇસ્કુલ થી કલેકટર કચેરી સુધી બે કિલો મીટર ની પદયાત્રા કરી અને મહારેલી યોજી હતી અને કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી કે સરકાર કરમાવદ તળાવમાં પાણી ભરી આપે.

(12:06 am IST)