Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

જીતનગર ગામે જુગાર રમતા ચાર જુગારીને રૂ.૨૯ હજારના મુદામાલ સાથે એલ.સી. બી. નર્મદાએ દબોચી લીધા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : પ્રશાંત સંબે, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને નેસ્તો નાબુદ કરવાની સુચના અને માર્ગદર્શન મુજબ જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓએ જુગારના કેસો શોધી કાઢવાની એલ.સી.બી.ના સ્ટાફને સુચના કરતા નાદોદ તાલુકાના જીતનગર ગામે કેટલાંક શખ્શો ટોળુ વળીને જુગાર રમી રહેલ હોવાની બાતમી આધારે એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો સાથે રાજપીપલા પો.સ્ટે. વિસ્તારના જીતનગર ગામના ટેકરા ફળીયા ખાતે જુગાર અંગેની રેઇડ કરતા કેટલાંક શખ્શો ખુલ્લામાં ટોળુ વળીને મોબાઇલ ફ્લેશ લાઇટના અજવાળે પત્તા-પાનાનો હાર જીતનો જુગાર રમતા હોય તેઓને ઝડપી પાડી તેમની અંગઝડતી તેમજ દાવ ઉપરના રોકડ મળી કુલ્લે કિ.રૂ. ૧૪,૧૬૦ તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૧૫,૦૦૦ મળી કુલ્લે કિ.રૂ. ૨૯,૧૬૦ના મુદ્દામાલ સાથે (૧) સંદિપ મહેશભાઇ સુરતી( રહે. નાનપુરા, અઠવા ગેટ,કેશવકૃતિ એપાર્ટમેંન્ટ, સુરત શહેર ) (૨) અલ્પેશ મહેશ ભાઇ સુરતી (રહે.નાનપુરા,અઠવા ગેટ,કેશવકૃતિ એપાર્ટમેન્ટ,સુરત શહેર) (3) કલ્પેશ શંકરભાઇ વસાવા (રહે. જીતનગર તા.નાંદોદ જી.નર્મદા) (૪) ધર્મેશ રવજીભાઇ વસાવા (રહે. જીતનગર તા.નાંદોદ જી.નર્મદા) નાંઓને ઝડપી પાડી રાજપીપલા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટાર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.જ્યારે(૫) રવિન્દ્ર રતિલાલ વસાવા (રહે. જીતનગર તા.નાંદોદ જી.નર્મદા )ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

 

(10:11 pm IST)