Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

નર્મદા : જળ જીવન મિશન અંતર્ગત લાછરસ ગામમાં લોકભાગીદારીથી પાણી સમિતિની બેઠક યોજાઈ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : તારીખ 23મી મે 2023ના રોજ પિરામલ ફાઉન્ડેશન,વાસ્મો અને લાછરસ ગામના સંયુક્ત સહકારથી ' હર ઘર જલ ' મિશનને વેગ આપવા પિરામલ ફાઉન્ડેશન દ્વારા ચાલતા 'પેયજળ પ્રબુદ્ધ ગામ' કાર્યક્રમ હેઠળ લાછરસ ગામમાં ગામ પાણી સંરક્ષણ સમિતિની જળ જીવન મિશનના નિતી નિયમો મુજબ એક બેઠક કરવામાં આવી હતી.જેમાં પાણી સમિતિના સભ્યોની ફરજ અને ભૂમિકા તથા ઓપરેટરની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં પિરામલ ફાઉન્ડેશનનાં પ્રોગ્રામ મેનેજર નજમા કેશવાણી તથા પ્રોગ્રામ લીડર સુરેશ વસાવા દ્વારા ગામમાં પાણીના મુખ્ય સ્ત્રોતો,પાણીના સંરક્ષણના મુદ્દાઓ, તેમજ પાણીની સ્વચ્છતા અને  ગુણવત્તા જેવા મુદ્દાઓ પર ભારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમમાં CEE સંસ્થાના અજીતભાઈ,  લાછરસ ગામના સરપંચ, તલાટી કમ મંત્રી, પંચાયત સમિતિ, VWSC કમિટી, ઓપરેટર, આશા અને આંગણવાડી કર્મચારી તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

 

(10:12 pm IST)