Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

આંધ પ્રદેશથી ઝડપાયેલ જુહીનું પાકિસ્‍તાન કનેક્‍શન નીકળતા તપાસનો ધમધમાટ

ન્‍યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી, મહિલા પ્રોફેસરને મારવા મજબૂર કરનાર યુવતીની સુરત પોલીસની પૂછપરછમાં મોટો વિસ્‍ફોટ : હવાલા, પાકિસ્‍તાન તાર ખુલ્‍યા સાથે જ આઇબી વડા અનુપમસિંહ ગેહલોત અને સેન્‍ટ્રલ આઇબી સહિતની એજન્‍સીઓ સક્રિય બની છેઃ સીપી અજય કુમાર તોમર, ડીસીપી હર્ષદ મહેતાના માર્ગદર્શનમાં પીઆઇ અતુલ સોનારા ટીમ દ્વારા ત્રણ દિવસ મુસ્‍લિમ વેશ ધારણ કરી અશકયને શકય બનાવ્‍યું

રાજકોટ તા.૨૬:  સસ્‍તી લોન આપવાની લાલચ આપી. મોબાઈલ દ્વારા વિગતો મંગાવી અને આખો ડેટા મેળવવા માટે થોડો વિશ્વાસ કેળવી અને ત્‍યારબાદ તેના અન્‍ય વલ્‍ગર સાઈટ પરથી યુવતીઓના ફોટાઓ નગ્ન ફોટા સાથે જોઇન્‍ટ કરી યુવતીઓને બ્‍લેકમેઇલ કરી આપદ્યાત કરવામાં મજબૂર કરનાર માસ્‍ટર માઇન્‍ડ જુહીનું કનેક્‍શન પાકિસ્‍તાન સાથે નીકળ્‍યાની બાબતને આખો મામલો પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાથે સંકલન કરી હેન્‍ડલ કરનાર ડીસીપી હર્ષદ મહેતા દ્વારા ‘અકિલા'ને સમર્થન આપવામાં આવ્‍યું છે

અકિલા સાથેની વિશેષ વાતચીતમાં ડીસીપી હર્ષદ મહેતા દ્વારા જણાવવામાં આવેલ કે, સસ્‍તી લોનની લાલચ આપી લોકોને વિશ્વાસમાં લઈ તેના આખા પર્સનલ ડેટા મેળવી તેમના ફોટા મોર્ફ કરી નગ્ન ફોટા સાથે બ્‍લેક મેલ કરવાનું આખું નેટવર્ક બિહારના નક્‍સલવાદી વિસ્‍તારથી ઓપરેટ થતું હતું. આ દરમિયાન ૨૪ વર્ષની એક પ્રોફેસર યુવતી દ્વારા રેલવેમાં આપઘાત કરેલ, જયા ફરિયાદ દાખલ થયેલ

આપઘાત અગાઉ આ યુવતી દ્વારા પોતાની બહેનના મોબાઈલ પર ચોકાવનારી વિગત અને કારણ મોકલેલ. જીવન ટુંકાવનાર યુવતીની બહેન દ્વારા પોતાનો વિસ્‍તાર રાંદેર પોલીસ હદમાં હોવાથી પીઆઇ અતુલ સોનારાનો કોન્‍ટેક કરવા ગયા, યોગાનું યોગ પોલીસ મથકની જાત વિઝીટ કરવા ડીસીપી હર્ષદ મહેતા  પણ ત્‍યાં હાજર હોવાથી આખી હકીકત જાણી ચોંકી ઉઠ્‍યા હતા, તેઓ તુરંત સીપી અજય કુમાર તોમરનો કોન્‍ટેક્‍ટ કરી આખી વિગત સમજાવતા રેલવે પોલીસ પાસે રહેલ એડી ટ્રાન્‍સફર કરાવેલ.

બિહારના નક્‍સલવાદી વિસ્‍તાર હોવાથી પોલીસ કમિશનર અને ડીસીપી દ્વારા ટીમ સાથે પીઆઇ અતુલ સોનારાને મોકલેલ, અને જેતે વિસ્‍તારના એસપી સાથે હર્ષદ મહેતા દ્વારા કોન્‍ટેક્‍ટ કરી આરોપીને જેતે સમયે લાવ્‍યા બાદ તેમની પૂછપરછ દરમિયાન આંધ્ર પ્રદેશના વિજય વાડાની જુહીનું નામ ખુલ્‍યા બાદ તેના અંગે પ્રાથમિક વિગત મેળવી બે મહિલા સ્‍ટાફ સાથે કુલ ૬ પોલીસ સ્‍ટાફ ટીમ જુહીને પકડવા મોકલેલ.પોલીસ સ્‍ટાફ મુસ્‍લિમ વિસ્‍તારમાં મુસ્‍લિમ પહેરવેશ દ્વારા રેકી કરી હતી, અને જરૂર જણાયે  લોકલ પોલીસની મદદ મળે તેવી ગોઠવણ કરી પોલીસની નિષ્ઠાવાન ટીમ જુહીને પકડી લાવી હતી. 

જુહીની વિશેષ તપાસમાં બ્‍લેકમેલ દ્વારા મેળવતી રકમ દ્વારા એન કેન પ્રકારે અમેરિકન ડોલર મેળવી તેના આકા કે જે પાકિસ્‍તાનનો ઝુલ્‍ફીકાર કરી છે તેને નાણાંના હવાલા વહીવટ કરે છે, અગાઉ બિહારથી પકડાઈ ગયેલ શખ્‍સો દ્વારા પણ પાકિસ્‍તાનના ઝુલ્‍ફીકારનું નામ જુહી પાસેથી સાંભળ્‍યું હતું તેમ જણાવેલ. આમ જુહીનું પાકિસ્‍તાન કનેક્‍શન પગલે સ્‍ટેટ આઇબી વડા અનુપમસિંહ ગેહલોત સાથે સેન્‍ટ્રલ એજન્‍સીઓ પણ સક્રિય બની છે.

(1:02 pm IST)