Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

આજે રાતે અમદાવાદમાં કોણ છવાઇ જશે,sky કે આકાશ?

આજે કવોલિફાયર-ટૂઃમંુબઇ v/s ગુજરાત :અંગ્રેજીમાં sky તરીકે ઓળખાતા સૂર્યકુમાર યાદવને ગુજરાતે આજે કન્ટ્રોલમાં રાખવો પડશે અને લખનઉને સ્પર્ધાની બહાર કરનાર આકાશ મધવાલથી ખૂબ જ ચેતવંુ પડશે :પિચ આવી રહેશે અમદાવાદની પિચ બેટર્સને વધુ લાભ આપનારી હોવાની પાકી સંભાવના છે જોકે ગરમીના કારણે કયોરટર્સે કવર ઢાંકયંુ છે, જેથી કરીને પિચ વધુ ન તુટે જોકે પિચ પર પૂરતંુ પાણી છાંટવામાં આવ્યંુ છે, જેથી એમાં પ્રમાણસર ભેજ રહે. હવામાં બહુ ભેજ નહીં હોય એવી શકયતા પણ છે.

નવી દિલ્હીઃ હાર્દિક પંડયાના સુકાનમાં ગુજરાત ટાઇટન્સ ટીમે ગયા વર્ષે ડેબ્યુ કર્યુ હતંુ અને ત્યાર પછી કયારેય લીગ સ્ટેજમાં કે પ્લે-ઓફ (નોકઆઉટ) માં પ્રેશરમાં નથી આવી પરંતુ આજે પહેલી વાર એવંુબનશે કે આ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ પાંચ વખત વિજેતા બનેલી ઇન્ડિયન્સની ટીમ સામેનીહાઇ-પ્રશેરવાળી મેચમાં સ્પર્ધામા ટકી રહેવા ઝઝુમશે .

આજના કવોલિફાયર- ટૂમાં ગુજરાતે ખાસ કરીને સ્નત્ત્ક્ક તરીકે ઓળખાતા સૂર્યકુમાર યાદવથી ખૂબ સાવધ રહેવંુ પડશે. ઇશાન કિશન અને નેહલ વઢેરા તેમ જ કેમેરન ગ્રીન તો ફોર્મમા છે જ, આજે તો ખુદ રોહિત શર્મા પણ સારું રમે તો નવાઇ નહીં. હા, ગુજરાતે આજે સૂર્યાને કન્ટ્રોલમાં રાખવો જ પડશે .

લખનઉને સ્પર્ધાની બહાર કરનાર ઉતરાખંડના પેસ બોલર આકાશ મધવાલથી પણ હાર્દિકની ટીમે ખૂબ ચેતવંુ પડશે. તેણે બુધવારે પાંચ રનમાં પાંચ વિકેટ લઇને તરખાટ મચાવી  દીધો હતો. તેના આ વિક્રમજનક પર્ફોર્મન્સથી  લખનઉની ટીમ ૮૧ રનના તોતિંગ માર્જિનથી હારી ગઇ હતી. મંુબઇની ટીમ અનેક અપ્સ-ડાઉન્સ જોયા પછી ખરા સમયે કિલક થઇ અને બેન્ગલોર બહાર થઇ જતાં પ્લે-ઓફમાં આવી ગઇ.બાકી છેલ્લે એટલે કે ૧૨ મેએ વાનખેડેમાં મંુબઇએ ગુજરાતને સૂર્યકુમારની તોફાની સદી (૧૦૩ અણનમ) થી અને મધવાલની જ ત્રણ અમદાવાદમાં ગઇ કાલે પ્રેકિટસ સેશન વખતે ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડયા પી.ટી.આઇ. વિકેટની મદદથી ૨૭ રનથી હરાવ્યંુ હતંુ મધવાલે ત્યારે સાહા, ગિલ અને મિલરની વિકેટ લીધી હતી.

રોહિત શર્મા ગુજરાતના રાશિદ ખાન સામે છમાંથી ચાર મુકાબલામાં આઉટ થયો છે, પરંતુ સૂર્યાએ રાશિદના ૪૭ બોલમાં ૬૭ રન બનાવ્યા છે.

(4:00 pm IST)