Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

સુરતમાં નાપાસ થવાની બીકમાં પરિણામ આવે એ પહેલા ધો.10ની વિદ્યાર્થીની નુપૂરનો ગળેફાંસો ખાઇ આપઘાત

પોલીસે ઘટના સ્‍થળે દોડી જઇ મૃતદેહને ઉતારી પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી

સુરત: સુરતમાં ધોરણ. 10નું પરિણામ આવે તે પહેલા જ વિદ્યાર્થીનીએ નાપાસ થવાની ભીતિને લઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. 16 વર્ષીય નુપૂરે નામની વિદ્યાર્થીનીએ હાલમાં ધોરણ 10ની પરીક્ષા આપી હતી. પરીક્ષા આપ્યા બાદ ટેન્શનમાં રહેતી હતી. આજે ધોરણ. 10નું પરિણામ આવે તે પહેલાં જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

સુરત શહેરના ભેસ્તાન ખાતે આવેલ શિવ નગરમાં રહેતા જીગ્નેશભાઈ ગોપાલબંસ પાંડેસરામાં જ નોકરી કરી પરિવારનો ગુજરાન ચલાવે છે. જીગ્નેશ ભાઈની 16 વર્ષીય દીકરી નુપૂરે હાલમાં ધોરણ 10 ની પરીક્ષા આપી હતી. પરીક્ષાના પેપર સારા નહીં ગયા હોવાથી નૂપુર ટેન્શનમાં રહેતી હતી. તેને નાપાસ થવાનો ભય રહેતો હતો.

આજરોજ ધોરણ 10 નું પરિણામ આવે તે પહેલા જ નુપુરે પોતાના ઘરમાં પંખા વડે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. દીકરી એ અચાનક આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.સમગ્ર મામલે પાંડેસરા પોલીસને જાણ કરાતા પાંડેસરા પોલીસ સ્થળે દોડી આવી હતી. વિદ્યાર્થીનો મૃતદેહ નીચે ઉતારી પીએમ ખાતે મોકલી કાર્ય હાથ ધરી હતી.

હાલમાં ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓમાં ક્યાં ખુશી તો ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ પાંડેસરા વિસ્તારમાં પરીક્ષાનું પરિણામ આવે તે પહેલા જ વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. જ્યારે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સલામતી સહિત સંવાદ, કાઉન્સીલીંગ, કન્સલટેશન અંગે સરકાર દ્વારા સુચક પગલા ભરવા ખુબજ જરૂરી છે. જેથી વિધાર્થીઓના આપઘાતો અટકે અને યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત થાય.

(5:59 pm IST)