Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

5 જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ‘વન કવચ’ થીમ પર અંબાજી ખાતે કરાશે

--   કાર્યક્રમ દરમિયાન 10,000 જેટલા વૃક્ષો વવાશે અને ડ્રોન દ્વારા બીજની વાવણી સંદર્ભે પણ ખાસ કાર્યક્રમ યોજશે

  ફોટો

અમદાવાદ : ગુજરાતના  પ્રવકતા મંત્રી ૠષિકેશ પટેલે જણાવ્યું કે, 5 જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ‘વન કવચ’ થીમ પર અંબાજી ખાતે કરાશે. કાર્યક્રમ દરમિયાન 10,000 જેટલા વૃક્ષો વવાશે અને ડ્રોન દ્વારા બીજની વાવણી સંદર્ભે પણ ખાસ કાર્યક્રમ યોજશે.  

   મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું કે, આ ઉજવણીમાં અમદાવાદ, આણંદ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ભરૂચ, ભાવનગર, મોરબી, વલસાડ અને સુરત એમ 11 જિલ્લાઓમાં MISTHI કાર્યક્રમ હેઠળ મેન્ગ્રુવનું વાવેતર કરવામાં આવશે

 
(8:26 pm IST)