Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

આમદલા ગામમાં વાસ્મો વોટર વિભાગ અને પિરામલ ફાઉન્ડેશન દ્વારા બેઠક યોજાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગત તારીખ 24મી મે 2023ના રોજ પિરામલ ફાઉન્ડેશન, વાસ્મો અને આમદલા ગામના સરપંચના સંયુક્ત સહકારથી જલ  જીવન મિશનને વેગ આપવા પિરામલ ફાઉન્ડેશન દ્વારા ચાલતા 'પેયજલ પ્રબુદ્ધ ગામ' કાર્યક્રમ હેઠળ આમદલા ગામમાં ગામ પાણી સંરક્ષણ સમિતિના ઓપરેટરની તાલીમ અને જળ જીવન મિશનની ગાઇડ લાઈન મુજબ વિલેજ વોટર સેનીટેશન કમિટી સાથે એક બેઠક કરવામાં આવી હતી. જેમાં પાણી સમિતિના સભ્યોની ફરજ અને ભૂમિકા તથા ઓપરેટરની ભૂમિકા વિશે ધ્યાન દોરવામાં આવ્યું હતું.

આ તાલીમ કાર્યક્રમમાં ગરૂડેશ્વર તાલુકાના પંચાયત અધિકારી કમલેશભાઈ પટેલ, પિરામલ ફાઉન્ડેશનનાં પ્રોગ્રામ મેનેજર નજમા કેશાવાણી તથા પ્રોગ્રામ લીડર સુરેશ વસાવા દ્વારા ગામમાં પાણીના મુખ્ય સ્ત્રોતો , પાણી સંરક્ષણના મુદ્દાઓ, તેમજ પાણીની સ્વચ્છતા અને  ગુણવત્તા જેવા મુદ્દાઓ પર ભારપૂર્વક ચર્ચા તથા આ સમગ્ર કાર્યમાં VWSC અને ઓપરેટરની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમમાં ગરૂડેશ્વર તાલુકાના તાલુકા પંચાયત અધિકારી કમલેશ પટેલ, વાસ્મો વોટર વિભાગમાંથી સોશિયલ મોબીલાઈઝર, આમદલા ગામના સરપંચ, તલાટી કમ મંત્રી, પંચાયત સમિતિ, VWSC કમિટી, ઓપરેટર, આશા અને આંગણવાડી કર્મચારી તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

(10:06 pm IST)