Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ડેડીયાપાડાની વિશેષ મુલાકાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

-- માલ-સામોટ ખાતે પર્યટન સ્થળો વિકસાવવાના ઉમદા આશય સાથે સંબંધિત અધિકારી-પદાધિકારીઓ સાથે મનોમંથન કરતા મંત્રી પટેલ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાની ખાસ મુલાકાત લીધી હતી. ટુરિઝમ પ્લેસ તરીકે માલ-સામોટ ખાતે અનેકવિધ આકર્ષણના સ્થળો વિકસાવવાના ઉમદા આશય સાથેની તેમની આ ખાસ મુલાકાતમાં જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, સીસીએફ શશીકુમાર, નાયબ વન સંરક્ષક નિરજ કુમાર સહિત જિલ્લાના અગ્રણી, અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
  વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે માલ-સામોટ ખાતે પ્રવાસનને વધુ વેગવાન બનાવવાની પ્રતિબદ્ધતા સાથે દેવીડુંગરનો રૂટ, ઇકો ટુરિઝમ નિનાઈ ધોધ વ્યુહ પોઈન્ટથી દેવીડુંગરના ટોપને નિહાળ્યો હતો. વિવિધ રૂટો પર જાત નિરિક્ષણ કરીને માલસામોટ ટુરિઝમ પ્લેસને વિકસાવવા માટે માલ-સામોટ ઇકો ટુરિઝમ સેન્ટર ખાતે ઉપસ્થિતિ સંબંધિત અધિકારી, પદાધિકારીઓ મનોમંથન કરીને માલ-સામોટ ખાતે પર્યટનનો વ્યાપ વધારી એકતાનગર ખાતેના મહેમાનોને અહીં સુધી કઈ રીતે જોડી શકાશે તે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા અને વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.

(10:08 pm IST)