Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

રાજપીપળામાં કામકાજનાં સ્થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી અંતર્ગત સેમીનાર યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :કામકાજના સ્થળે સ્ત્રીઓની થતી જાતી સતામણી અધિનિયમ ૨૦૧૩ અંતર્ગત તા.૨૩ મેના રોજ રાજપીપળાની GRMS નર્સિંગ કોલેજ ખાતે કોલેજની વિદ્યાર્થીનીઓ , કર્મચારીઓ અને સિવિલ હોસ્પિટલના સ્ટાફગણ સાથે  કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
આ સેમિનારમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી એ.કે.વકાણી,સિવિલ હોસ્પિટલના નિવાસી તબીબી અધિકારી ડૉ આરતી શર્મા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે બી પરમાર, ડૉ. મર્ગિત ગજજર પ્રોફેસર, વહીવટી અધિકારી રમિશ ભાઇ, ડીસ્ટ્રિક મિશન કોઓર્ડીનેટર પ્રણયભાઇ એરડા, મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સિલર દીપિકાબેન ચૌધરી, ૧૮૧ મહિલા હેલ્પ લાઇનના કાઉન્સિલર જીનલબેન ચૌધરી,ફિલ્ડ ઓફિસર હેમંતભાઈ ચૌધરી અને સચિન ભાઈ રાઠવા, સહિત આ સેમિનારમાં હાજર રહ્યા હતા

(10:09 pm IST)