Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

શુભમન ગિલ એ ફટકારી ત્રીજી સેન્ચુરી: મુંબઈ ઈન્ડિયન્સ સામે ફરીથી ચમક્યો

ગુજરાત માટે સૌથી વધારે સેન્ચુરી મારનાર ખેલાડી બન્યો : આઈપીએલ 2023માં સતત 2 સેન્ચુરી ફટકાર્યા બાદ તેણે આ સિઝનની ત્રીજી સેન્ચુરી ફટકારી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ફાઈનલમાં પહોંચવા માટે ટક્કર થઈ રહી છે. ગુજરાત ટાઈટન્સનો ઓપનર શુભમન ગિલ એ 16મી સિઝનમાં ફરી સેન્ચુરી ફટકારી છે.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુભમન ગિલ એ ફરી સેન્ચુરી મારી છે. શાનદાર સેન્ચુરીની મદદથી તેણે કવોલિફાયર મેચમાં મુંબઈના હાલ બેહાલ કર્યા હતા. તે ગુજરાત માટે સૌથી વધારે સેન્ચુરી મારનાર ખેલાડી બન્યો છે. 23 વર્ષની ઉંમરમાં આ કમાલ કરીને તેણે લોકોને પોતાના ફેન બનાવી દીધા છે. ઓરેન્જ કેપની રેસમાં હાલમાં તે 700થી વધુ રન સાથે પહેલા ક્રમે છે. આઈપીએલ 2023માં સતત 2 સેન્ચુરી ફટકાર્યા બાદ આજે તેણે આ સિઝનની ત્રીજી સેન્ચુરી ફટકારી હતી

(10:16 pm IST)