Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

હાલોલ શામળાજી હાઇવે ઉપર વડાગામ પાસે અકસ્માત : કારમાં સવાર બે લોકોના મોત:3 બાળકો સહીત ચારને ઇજા

અકસ્માતનો ભોગ બનનાર પરિવાર રાજસ્થાનથી સુરત જઈ રહ્યો હતો ત્યારે ચાલકે કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને રોડની સાઈડ ઉપર ઉતરી ગઈ

હાલોલ શામળાજી હાઇવે ઉપર વડાગામ પાસે કારને અકસ્માત નડ્યો છે. ઇકો કારમાં સવાર સાત લોકોમાંથી બેના મોત થયા છે તો ચાર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ગોધરા રિફર કરાયા છે. ઇજાગ્રસ્તોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે

   મળતી પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતનો ભોગ બનનાર પરિવાર રાજસ્થાનથી સુરત જઈ રહ્યો હતો. અચાનક સ્વાન આવી જતા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. કાર પલટી ખાઈને રોડની સાઈડ ઉપર ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો કુચડો વળી ગયો હતો.

(10:45 pm IST)