Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

અર્બન હેલ્થ સેન્ટર સાણંદ ખાતે વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિશ્વ માસિકસ્ત્રાવ સ્વચ્છતા દીવસ અંતર્ગત સાણંદ તાલુકા ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી  અમદાવાદ તથા તાલુકા હેલ્થ ઓફિસર સાણંદના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તા.26/05/2023 ના રોજ અર્બન હેલ્થ સેન્ટર સાણંદ ખાતે વિશ્વ માસિકસ્રાવ સ્વચ્છતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા SBCC ટીમ અને તાલુકા SBCC ટીમ દ્વારા સાણંદ ની કિશોરીઓ તથા મહિલાઓ ને માસિકસ્ત્રાવ સ્વચ્છતા ની માહિતી  આપવામાં આવી હતી. જેમાં સાણંદ તાલુકા સુપરવાઈઝર તથા અર્બન હેલ્થ સેન્ટર સાણંદનો તમામ સ્ટાફ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. (તસવીર : ચિરાગ પટેલ સાણંદ)

(11:22 pm IST)