Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

જૈનાચાર્ય વિજય શ્રી હરિકાન્ત સૂરીશ્વરજી મહારાજ સાહેબનું ચાતુર્માસ પ્રવેશ નિમિતે વિરમગામ ખાતે સામૈયું કરવામાં આવ્યું

શાલિભદ્ર આરાધના ભવન ખાતે આચાર્ય મહારાજ સાહેબે પ્રવચન બાદ માંગલિક ફરમાવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ સ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે શાસન શિરતાજ  ગચ્છાધિપતિ જયઘોષ સૂરિશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન જૈનાચાર્ય વિજય શ્રી હરિકાન્ત સૂરીશ્વરજી મહારાજ સાહેબનું રવિવારના રોજ સવારે ગોલવાડી દરવાજાથી ચાતુર્માસ પ્રવેશ નિમિતે ભવ્યથી ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. સામૈયામાં બેન્ડવાજા શરણાઈ વાદક ઢોલ નગારા ત્રાસા 51  કુવારીકા માથે બેડાં લઈ નાના બાળકો દ્વારા અવનવી વેશભૂષા નળ સરોવરની પ્રખ્યાત રાસ મંડળી સાથે સમસ્ત જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ ભવ્યાતિભવ્ય સામૈયામાં જોડાયા હતા. ગોલવાડી દરવાજાથી વીપી રોડ સુથાર ફળી બાવન પાયગા ટાવર રોડ બોરડી બજાર થઈ સંઘવી ફળી  શાલીભદ્ર આરાધના ભવન ખાતે આચાર્ય ભગવાન પધાર્યા છે. ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે સામૂહિક આંબેલ કરવામાં આવ્યું હતું. બહારગામથી પધારેલા મહેમાનો તેમજ સંઘનું સ્વામી વાત્સલ્ય સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ ખાતે બપોરે રાખવામાં આવ્યું હતું. સ્વામી વાત્સલ્ય સ્મિતાબેન ભોગીલાલ શાહ પરિવારે લાભ લીધો હતો. સામૂહિક આંબેલ કરાવવાનો લાભ વસંતીબેન મૂળચંદભાઈ શાહ અને ધીરજલાલ ચુનીલાલ શાહ પરીવારે લાભ લીધો હતો. શાલિભદ્ર આરાધના ભવન ખાતે આચાર્ય મહારાજ સાહેબે પ્રવચન બાદ માંગલિક ફરમાવ્યું હતું.

(5:19 pm IST)