Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

તિસ્તા સેતલવાડ અને શ્રીકુમાર 1 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કરતી મેટ્રો કોર્ટ

ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની કરી હતી માગ

અમદાવાદ :ગુજરાત ATSએ મુંબઈથી તિસ્તા સેતલવાડની ધરપકડ કરી છે. જે બાદ તિસ્તા સેતલવાડને અમદાવાદ લાવવામાં આવ્યાં છે. તિસ્તા વિરુદ્ધ 2002ના રમખાણો વખતે ખોટા ફડિંગ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તિસ્તાની સાથે આર.બી.શ્રીકુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. સાથે પૂર્વ IPS સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.તિસ્તા સેતલવાડ નું મેડિકલ ચેકઅપ બાદ ફરી મેટ્રો કોર્ટમાં રજૂ કરવામા આવી હતી. 


ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસ ના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે કોર્ટે તિસ્તા સેતલવાડના 1 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. શ્રી કુમારના પણ 1 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 5 દિવસ ના રિમાન્ડ બાદ 2   જુલાઈ ના રોજ કોર્ટમાં બંનેને રજુ કરવામાં આવશે.રથયાત્રા નો બંદોબસ્ત હોવાને કારણે 2 જુલાઈ ના રોજ રજૂ કરવામાં આવશે. તપાસ અધિકાર ની રજૂઆત બાદ 2 તારીખ સુધી કસ્ટડીમાં રાખી શકાશે તેના ઓર્ડર પણ કોર્ટ પાસેથી મેળવી લેવામાં આવ્યો છે.

તિસ્તા સેતલવાડ અને પૂર્વ DGP  આર બી કુમારની મુશ્કેલી વધી ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા તપાસ માટે SITનું ગઠન કરવામાં આવ્યું છે. DIG, ATS દીપન ભદ્રનની અધ્યક્ષતામાં DCP ક્રાઇમ ચૈતન્ય માંડલિક,ATS SP સુનીલ જોશી દ્વારા તિસ્તા સેતલવાડ કેસની તપાસ થશે. મહત્વનું છે કે નકલી દસ્તાવેજો આધારે ષડયંત્રથી પ્રોસિંડિંગ ચલાવવા આરોપ  તિસ્તા સેતલવાડ પર લાગ્યો છે. જેની તપાસ અને તથ્ય આ SIT કમિટી બહાર લાવશે.

(8:29 pm IST)