Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

વડોદરા નફીસા આત્મહત્યા કેસમાં વણાંક : અન્ય કોઈ સાથે પણ સંબંધ હોવાનું ખુલ્યું

વડોદરાની નફીસાએ આત્મહત્યા કરતા પહેલા અમદાવાદના રિવરફ્રન્ટ જઈને વિડિયો બનાવ્યા :વીડિયોમાં રમિઝ સાથેના સંબંધનો ઉલ્લેખ નફીસાએ કર્યો ત્યાર પછી બે દિવસ બાદ નફીસા ખોખરે તાંદલજા વિસ્તારમાં આવેલ નુરજાહ પાર્કમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસાના આત્મહત્યા કેસમાં અમદાવાદના દાણીલીમડામાં રહેતા પ્રેમી રમિઝની પોલીસે ધરપકડ કરી છે જોકે પોલીસ તપાસમાં મૃતક નફીસાનું અન્ય સાથે પ્રેમ પ્રકરણ હોવાનું બહાર આવ્યું છે.

વડોદરાની નફીસાએ આત્મહત્યા કરતા પહેલા અમદાવાદના રિવરફ્રન્ટ જઈને વિડિયો બનાવ્યા હતો વીડિયોમાં રમિઝ સાથેના સંબંધનો ઉલ્લેખ નફીસાએ કર્યો હતો ત્યાર પછી બે દિવસ બાદ નફીસા ખોખરે તાંદલજા વિસ્તારમાં આવેલ નુરજાહ પાર્કમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી જેને લઇને જે.પી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી પરિવાર તેમજ નફીસાના મિત્રોની પણ પૂછપરછ પોલીસે  કરી હતી.

 

(9:44 pm IST)