Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

સાબરકાંઠા અને અરવલ્લીમાં તોફાની વરસાદ :અનેક વૃક્ષ અને વિજપોલ ધરાશાયી :ઝાડ પડતા બાઈક ચાલકનુ મોત

તલોદ, પ્રાંતિજ, હિંમતનગર અને માલપુર વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ: માલપુર નજીક ઝાડ પડવાથી બાઈક ચાલક યુવકનુ મોત નિપજ્યુ : કેટલાક વિસ્તારમાં ભારે પવનને લઈ શેડ અને પતરા ઉડયા : હિંમતનગરના સહકારી જિન વિસ્તારમાં પાણી ભરાયા

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. વરસાદનુ આગમન તોફાની સ્વરુપે રહ્યુ હતુ. તલોદ, પ્રાંતિજ, હિંમતનગર અને માલપુર વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ સાંજે વરસવાને લઈ અનેક સ્થળોએ વીજ પોલ પડી જવાના અને ઝાડ પડવાના બનાવ નોંધાયા હતા. માલપુર નજીક ઝાડ પડવાથી બાઈક ચાલક યુવકનુ મોત નિપજ્યુ હતુ. કેટલાક વિસ્તારમાં ભારે પવનને લઈ શેડ અને પતરા ઉડવાના બનાવો પણ નોંધાયા હતા. હિંમતનગર શહેરના સહકારી જિન વિસ્તારમાં વરસાદને પગલે નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે સૌથી વધુ વરસાદ ધનસુરામાં પોણો ઈંચ નોંધાયો હતો.

(10:02 pm IST)