Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

સુરત જીલ્લામાં મેઘરાજાની જમાવટ : ગાજવીજ સાથે વરસાદ પડયો

મહુવા, ઉમરપાડા, કાછલ, કરચલિયા, વલવાડા, વાંસકુઈ પંથકમાં ધોધમાર વરસાદ ;પલસાણામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડયો

સુરતમાં ચોમાસાની શરુઆતથી જ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. સુરત જીલ્લામાં આજે પણ ગાજવીજ સાથે વરસાદ પડયો છે. સુરતના મહુવા, ઉમરપાડા, કાછલ, કરચલિયા, વલવાડા, વાંસકુઈ પંથકમાં ધોધમાર વરસાદ પડયો હતો. બારડોલીના પલસાણા વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વ્યારા , વાપી , તાપી, વલસાડ અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડયો હતો.

 

(10:18 pm IST)