Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

અમદાવાદમાં મનપા દ્વારા સોમવારે 11 વેક્સીન સેન્ટરોમાં રસીના બીજા ડોઝ માટે ખાસ વ્યવસ્થા

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ખાતાએ આવતીકાલે માત્ર બીજો ડોઝ લેવાનો હોય તેના માટે વ્યવસ્થા

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને આજે જાહેરાત કરી છે કે, આવતીકાલે સોમવારે શહેરના 11 વેકસીન સેન્ટર ઉપર કોવેક્સીનનો બીજો ડોઝ મળી શકશે. ભારત બાયોટેકની કોવેક્સીન રસીનો પહેલો ડોઝ લીધો હોય અને મુદત પૂર્ણ થતી હોય તો બીજો ડોઝની વ્યવસ્થા કરી છે. શહેરીજનોએ કોવેક્સીનનો પ્રથમ ડોઝ લીધાના 4થી 6 વીકમાં બીજો ડોઝ લેવો પડે છે જે નાગરિકોએ પ્રથમ ડોઝ લીધાને 28 દિવસ પછી કોવેક્સીનનો બીજો ડોઝ લેવો પડે છે પણ કોવેક્સીનની રસીનો સ્ટોક આવતો નથી જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ખાતાએ આવતીકાલે માત્ર બીજો ડોઝ લેવાનો હોય તેમના માટે 11 સ્થળોએ વ્યવસ્થા કરી છે.

આ સિવાય અન્ય તમામ સ્થળોએ વેકસીનેશનની કામગીરી બંધ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આજે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના નિયત કરેલા વેકસીન સેન્ટરો ઉપર 48,784 નાગરિકોને કોરોનાની રસી આપી હતી.

સોમવારે કોવેક્સીનના બીજા ડોઝ માટે સેન્ટરોની યાદી આ મુજબ છે

1. નંદલાલ વાધવા હોલ, ઠક્કરનગર
2. સૈજપુર અર્બન હેલ્થ સેન્ટર, મેમકો
3. નરોડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર
4. વિશ્વ ભરતી સ્કૂલ, નારોલ
5. આંબેડકર હોલ, દાણીલીમડા
6. સ્વામિનારાયણ મંદિર, મણિનગર
7. મંગલ પાંડે હોલ, વિરાટનગર
8. ટાગોર હોલ, પાલડી
9. ચાંદખેડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર
10. ન્યુ વેજલપુર અર્બન હેલ્થ સેન્ટર
11. પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ

(11:18 pm IST)