Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ઉપરવાસમાંથી પાણીની આવક થતાં નર્મદા ડેમમાં નવા નીર ઉમેરાયા: જળસપાટી 115.88 મીટર પહોંચી

ઉપરવાસમાંથી 46504 ક્યુસેક પાણીની આવક: હાલ ડેમમાં 4363 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો

અમદાવાદ :  છેલ્લા બે દિવસથી ગુજરાતના સરહદી રાજય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નર્મદા નદીમાં નવા નીર આવી રહ્યાં છે. આમ, ઉપરવાસમાંથી પાણીની આવક થતાં નર્મદા ડેમમાં નવા નીર ઉમેરાયા છે. નોંધનીય છેકે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 46504 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેના કારણે નર્મદા ડેમ હાલની જળસપાટી 115.88 મીટર પહોંચી ગઇ છે. છેલ્લા 8 કલાકમાં 86 સેમી પાણીના જળસ્તરનો વધારો નોંધાયો છે. જોકે ગત વર્ષ કરતા હજું ચાલુ વર્ષે 5 મીટર ઓછી જળસપાટી છે. હાલ ડેમમાં 4363 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

(10:20 pm IST)