Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

સુરત પોલીસ સામાન્ય લોકો પર શૂરવીર બની:નાના વરાછામાં લારીવાળાને જવા દેવા જેવી બાબતે કાપોદ્રા પોલીસે વેપારીને માર મારી દબંગાઈ બતાવી

ગૃહવિભાગને ફરિયાદ કરાયા બાદ નાના વરાછા પોલીસ ચોકીના કર્મીઓ સામે ગુનો નોંધવો પડ્યો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :સુરત પોલીસ સામાન્ય લોકો સામે શૂરવીર બની તેવા અનેક બનાવો સામે આવ્યા છે જ્યારે નાના વરાછા પોલીસ ચોકીએ લઇ જઇ રહેલા લારીવાળાને છોડી દેવા વિનંતી કરતા વેપારીને પોલીસે ઢોરમાર મારતા તે બેભાન થઇ ગયો હતો
  નાના વરાછા જલારામ સોસાયટીમાં રહેતા સ્ટીલના પાઇપના વેપારી 35 વર્ષીય નરદીપસિંહ શોલુભાઈ ગોહિલ 16મી તારીખે દુકાન બંધ કરીને ઘરે જઇ રહ્યા હતા ત્યારે પોલીસવાળા એક લારીવાળાને ચોકીમાં લઈ જઇ રહ્યા હતા. ત્યારે નરદીપે પોલીસને લારીવાળાને જવા દેવા વિનંતી કરી હતી.નરદીપની વાતથી ઉશ્કેરાયેલા પોલીસ વાળાઓ તેને પણ બાઈકથી ખેંચીને ચોકી લઈ ગયા હતા. ચોકીમાં નરદીપને ગાળો આપીને બે પોલીસવાળા નરદીપના પગ પર ઉભા રહીને દંડાથી પગ, પેટ અને મોઢાના ભાગે માર માર્યો હતો. મોઢામાંથી લોહી નીકળતા નરદીપને તેના પિતાને ફોન કરવા દીધો હતો. ત્યાર બાદ નરદીપ થોડીવાર સુધી ચોકીમાં બેભાન રહ્યો હતો.નરદીપના પિતા તેને હોસ્પિટલ લઇ ગયા હતા. ધક્કા ખાધા કાપોદ્રા પોલીસે પોલીસકર્મી દિલીપ ડી રાઠોડ, સંજય કણજારિયા , જય અને હરદીપ સામે ફરિયાદ નોંધી છે.

(11:42 am IST)